Get Mystery Box with random crypto!

મગફળી અને ડાંગરની કથીરી ચોમાસુ અને ઉનાળુ મગફળીના પાકમાં પાનકથ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

મગફળી અને ડાંગરની કથીરી
ચોમાસુ અને ઉનાળુ મગફળીના પાકમાં પાનકથીરીનો ઉપદ્રવ જોવા મળે છે. પાનની નીચેની સપાટીએ જાળુ બનાવી રસ ચૂસે છે. તેને લીધે પાન પર સફેદ રંગના અસંખ્ય ધાબા જોવા મળે છે. દૂરથી જોતા છોડ સફેદ રંગના જણાય છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ડાંગરના પાકમાં શીથમાઈટ (કથીરી) નો ઉપદ્રવ જોવા મળે છે. તેના ઉપદ્રવથી ડાંગરના ચીપા અને થડના જોડાણવાળા ભાગમાં અસંખ્ય કથીરીની હાજરી જોવા મળે છે. રસ ચૂસાતા છોડ નબળા પડે છે. સાથે સાથે તે “શીથરોટ” નામના ફૂગજન્ય રોગ માટે સરળતા કરી આપે છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પૂરેપૂરા ભરાતા નથી અને દાણા ભૂખરાં થઈ જાય છે. તુવેરના પાકમાં વિષાણુથી થતો વંધ્યત્વ (સ્ટરીલીટી મોઝેક) નામનો રોગ ફેલાવે છે. તેથી આવા છોડ પર ફૂલો કે શીંગો બેસતી નથી.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/nd7ABmdo