🔥 Burn Fat Fast. Discover How! 💪

મગફળી : ધૈણના નિયંત્રણના પગલાં - આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

મગફળી : ધૈણના નિયંત્રણના પગલાં -
આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને સામૂહિક ધોરણે ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણી લઈ નાશ કરવો.-મિથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે, તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ X ૫ સે.મી.ના વાદળી (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મીલિ જેટલું મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.મિથોક્સી બેન્ઝીનના ટ્રેપ જે ઝાડ પર મૂકવાના હોય તે ઝાડ પર અગાઉ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મીલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-આ ઉ૫રા......

વધુ વાંચો:https://tny.app/TF3WYDPS