Get Mystery Box with random crypto!

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં કૃષ્ણ એવું શું છે તારા નામમાં ? વીજ | Suvichar 🧿

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં ?

વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં !

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે તારા નામમાં !

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં

@Suvichar