Get Mystery Box with random crypto!

સાદગીને માણવા સૌથી હું પ્હેલો હોઉ છું કોઇની આંખોમાં ચડવાં સૌથી | શબ્દ ઉત્સવ

સાદગીને માણવા સૌથી હું પ્હેલો હોઉ છું
કોઇની આંખોમાં ચડવાં સૌથી છેલ્લો હોઉ છું

આ ફકીરી જાત સાથે જ્યારથી વળગી મને
રંગ રોનકથી સદા આધે સરેલો હોંઉ છું

હું દિવસ આખો હમેશાં ખુદથી અગળો હોંઉ છું
સાંજના કોઇની યાદોમાં ખૂપેલો હોંઉ છું

પ્યાર નામે રોજ મંતર એ નવા ભણતી હતી
સાવ સાદો માનવી છું તોય ઘેલો હોંઉ છું

પોયણીની જાત જેવી છે ધવલસી નાર એ
ને અનોખો લાગવાં માટે હું મેલો હોંઉ છું

એ બરફની જેમ ઓગળતી નથી ક્યારેય પણ
આગ જેવો હું સતત એને અડેલો હોંઉ છું

જ્યાં મુસાફર આવતા જાતા હતાં એ સ્થાન પર
મીલના પત્થર સમો કાયમ ઉભેલો હોઉં છું

સ્મિત કાયમ રાખવાનું એ નથી મળતી છતા
ઝાંકશો અંદરતો હું દુખમાં ડુબેલો હોંઉ છું

એ મહોતરમાંનાં દિલની વાવમાં નાખો નજર
એક શીલા-લેખ રૂપે કોતરેલો હોંઉ છું
-નરેશ કે.ડૉડીયા