Get Mystery Box with random crypto!

શોટ ઓકે,one, two, three, શરૂ. અને રંગમંચનો પડદો ખુલે છે. તમે | શબ્દ ઉત્સવ

શોટ ઓકે,one, two, three, શરૂ.
અને રંગમંચનો પડદો ખુલે છે.

તમે કહેશો તેમ હું રડીશ.
તમે કહેશો તેમ હું હસીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

તમને રડાવીશ,તમને હસાવીશ.
તમને ખિલાવીશ,તમને મનાવીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

હું મારી જાતને બદલીશ.
હું મારી વાતને કહી દઈશ.
હું જિંદગીના દાવ ખેલીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

મારા ચહેરાને સંતાડી દઉં.
નવો નવો મુખવટો ધરી લઉં.
બહુ જાજું ન માથું હું મારીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

રંગમંચ પર આ પ્રથમ પ્રહસન.
બેસું હું અભિનયને સિંહાસન.
તાળીઓથી હોલ ગુંજાવીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

ઢળી પણ પડું શ્વાસ બંધ કરી.
બીડાય જાવ આંખો અંધ કરી.
વાસ્તવિકતા જીવી હું જાણીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

તખ્તાનો કલાકાર,નથી આસાન.
અભિનય થી નથી એમ સાકાર.
જીવન તખ્તે પાથરી હું માણીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

છેલ્લે હકથી કહીશ તાળી પાડો.
અભિનયે ઓજસ પાથરી જાણો.
એક વાત જતા જતા કહી દઈશ.
તમે કહેશો તેમ હું કરીશ.

જીવન એક રંગમંચ,દોસ્તો..!
બદલાય છે રંગ ઢંગ,દોસ્તો..!
આપણે નથી બદલાતા, દોસ્તો,
બદલે છે માત્ર આપણી ઈચ્છાઓ.

ભૂષિત શુકલ.