🔥 Burn Fat Fast. Discover How! 💪

હું તો મારા પિયર હાલી રે, વીરાને રાખડી બાંધવા રે... (2) હો મા | શબ્દ ઉત્સવ

હું તો મારા પિયર હાલી રે,
વીરાને રાખડી બાંધવા રે... (2)

હો મારા ભોળા સસરાજી,
કેવા મૂછો મરડતા રે...
ઘોડાગાડી બોલાવો રે,
હું તો ઝટપટ ચાલી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

હો મારી વ્હાલી સાસુજી,
કેવું મોઢું ચઢાવે રે...
બળદગાડું બોલાવો રે,
હું તો હળવે હાલી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

હો મારા નટખટ દેવરજી,
કેવા લાડ લડાવે જી...
જરા રથ તેડાવો રે,
હું તો હોંશે હાલી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

મારા દિલના માણીગર,
તમે પ્યારા છો ભરથાર...
તમે જરા ન કરો વાર રે,
મને મેલવા હાલો રે...
મારે જાવું ઘણે દૂર રે,
હું તો અમથી રિસાણી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

ચૌધરી શીલા... સિયા...