Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 3

2022-05-20 16:44:57 *રોજગાર સમાચાર વિવિધ ભરતી જાહેરાતો*

*ધોરણ : 5 પાસ થી 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન સુધી ભરતી જાહેરાત વાંચો.*

*19/05/2022*
* નવી જાહેરાતોનું લિસ્ટ *

https://www.rudraupdates.in/2021/08/rojgar-samachar.html

*√ આ લિંકથી સંપૂર્ણ માહિતી મેળવો/ રોજગાર સમાચાર ડાઉનલોડ કરો*

*નવી જાહેરાતો દરેક મિત્રોને શેર કરો*
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
373 views13:44
Open / Comment
2022-05-17 17:21:38 બાયોલોજી

1 લાળગ્રંથિમાંથી સ્ત્રાવ થતી લાળ શું કરે છે
લાલ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે

2 જીભ ના કાર્યો કયા કયા છે
વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ મેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ

3 જીભ સ્વાદની પરખ કઈ રીતે કરે છે
જીભમાં રસાંકુરો આવેલા હોવાથી સ્વાદની પરખ થઈ શકે છે

4 જઠર વિશે ટૂંકમાં જણાવો
જઠર એક જાડી દીવાલ વાળી કોથળી છે તેનો આકાર પોહળા u જેવો છે તે પાચનમાર્ગ નો સૌથી પહોળો ભાગ છે તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે
@gujaratiGKmaster

5 જઠરની દિવાલ શેનો નો સ્ત્રાવ કરે છે
જઠરની અંદર ની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે

6 જઠરમાંથી સ્ત્રાવ કરતા ઘટકો કઈ રીતે ઉપયોગી છે
શ્લેષ્મ જઠરની અંદર ની દીવાલ ને રક્ષણ આપે છે એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકો માં રૂપાંતર કરે છે

7 નાના આંતરડાની અંદાજિત લંબાઈ કેટલી હોય છે
લગભગ 7.5 મીટર

8 આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે અને તે કયાં આવેલી છે
શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે તે બદામી રંગની હોય છે જે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે

9 યકૃત શેનો સ્ત્રાવ કરે છે
પિત્તરસ

10 પિત્તરસ નું કાર્ય શું છે
પિત્તરસ ચરબીના પાચન મા મહત્વનો ભાગ ભજવે છે


Join:- @gujaratiGKmaster
370 views14:21
Open / Comment
2022-05-15 17:20:16 દહનશામક વાયુ કયો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
જવાબ: દહનશામક

ચનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
જવાબ: દૂધિયો

વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: કાર્બોનિક ઍસિડ

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: H2CO3

ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ

ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: NaHCO3

ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: Na2CO3

કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
જવાબ: સૂકો બરફ

આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: કૅલ્શિયમ કાર્બોનેટ

કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
જવાબ: હાઇડ્રોજન

કયો વાયુ દહનશીલ છે ?
જવાબ: હાઇડ્રોજન

કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
જવાબ: દહનશીલ

કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
જવાબ: હાઇડ્રોજન

હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
જવાબ: હાઇડ્રોજન

એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: નાઇટ્રોજન

નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: નાઇટ્રિક ઍસિડ

કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
જવાબ: નાઈટ્રોજન

કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
જવાબ: નાઈટ્રોજન

@gujaratiGKmaster
529 views14:20
Open / Comment
2022-05-13 19:22:39 જનરલ નોલેજ સવાલ-જવાબ

પ્ર. 1 ) પંદર દિવસે એકવાર પ્રકાશિત થનારું........... કહેવાય.
જવાબ:- પાક્ષિક

પ્ર. 2 ) ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી આપો : આંબો
જવાબ:- ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો – પંક્તિમાં અલંકાર ઓળખાવો .
જવાબ:- વર્ણાનુપ્રાસ

પ્ર. 3 ) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
જવાબ:- કનૈયાલાલ મુનશી

પ્ર. 4 ) કવિ ન્હાનાલાલ શેના માટે જાણીતા છે ?
જવાબ:- ડોલન શૈલી માટે

પ્ર. 5 ) નરસિંહરાવ દિવેટિયા ના ઉપનામ આપો ?
જવાબ:- સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ

પ્ર. 6 ) ‘સાપના ભારા’ કૃતિના લેખક ?
જવાબ:- ઉમાશંકર જોશી

પ્ર. 7 ) કમ્પ્યુટરમાં ‘ડીજીટલ વર્સેટાઈલ ડિસ્ક’ એ કેવું સાધન છે ?
જવાબ:- સંગ્રાહક

પ્ર. 8 ) નીલમ બાગ પેલેસ ક્યા શહેરમાં છે ?
જવાબ:- ભાવનગર

પ્ર. 9 ) ‘માનવી સામાજિક પ્રાણી છે’ આ વિધાન કોનું છે ?
જવાબ:- એરીસ્ટૉટલ

પ્ર. 10 ) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણહતા ?
જવાબ:- હંસાબહેન મહેતા

@gujaratiGKmaster
610 views16:22
Open / Comment
2022-05-10 19:11:23 ગુજરાત માં સ્થાપના અને સ્થાપક

1 કિસાન મજદૂર લોક્પક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ

2 અમુલ ડેરી (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ

3 સવક સમાજ (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ

4 પરથમ ઈજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) : ભાઈલાલભાઈ પટેલ

5 સસ્તુ સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ

6 નિહારિકા ક્લબ : બચુભાઈ રાવત

7 ગાંધર્વ નિકેતન (ભરૂચ) : પંડિત ઓમકારનાથ ઠાકુર

8 કલાયતન (વલસાડ) : ભીખુભાઈ ભાવસાર

9 સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીક (અમદાવાદ) : નંદન મહેતા

10 અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) : વિઠ્ઠલદાસ બાપોદરા

11 ગજરાત ક્લાસંઘ (અમદાવાદ) : રવિશંકર રાવળ

12 શઠ.સી.એન.કોલેજ ઓફ ફાઈન આટર્સ (અમદાવાદ) : રસિકલાલ પરીખ

13 વાસ્તુશિલ્પ : બાલકૃષ્ણ દોશી

14 ગજરાત કલામંદિર (ગોંડલ) : મહંમદ અશરફ ખાન

15 ‘નટ મંડળ’ અને ‘નાટ્ય વિદ્યામંદિર’ : જયશંકર સુંદરી (ભોજક)

16 ભરત નાટ્યપીઠ મંડળી : જશવંત ઠાકુર

17 ઇન્ડિયન નેશનલ થીયેટર (INT) : દામુભાઈ ઝવેરી

18 નાટ્યસંપદા : ક્રાંતિ મડિયા

19 સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

20 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

21 ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

22 દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આટર્સ (અમદાવાદ) :મુણાલીની સારાભાઇ

23 એલેમ્બિક કેમિકલ વર્કસ : ત્રિભુવનદાસ ગજ્જર

24 હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) : પુણ્યવિજયજીમુની

25 પ્રેમચંદ ટ્રેનીંગ કોલેજ (અમદાવાદ) : પ્રેમચંદ રાયચંદ

26 આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) : મંગળદાસ ગીરધરદાસ

27 કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) : અંબાલાલ સારાભાઇમો સંગ્રહ

28 અતુલ પ્રોડક્ટ્સ (વલસાડ) : કસ્તુરભાઇ લાલભાઈ

29 અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ

30 લા.દ. (લાલભાઈ દલપતરામ) ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ

31 એચ.એલ.કોલેજ (અમદાવાદ) : અમૃતલાલ હરગોવિંદદાસ

32 ભીલ સેવા મંડળી (દાહોદ) : ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)

33 દક્ષિણમૂર્તિ સંસ્થા (આંબલા, જિ. ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ

34 લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ

35 સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિયેશન (SEWA) : ઈલા ભટ્ટ

36 ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી

37 પુનીત સેવાશ્રમ : પુનીત મહારાજ

38 શ્રીમતી નાથીભાઈ દામોદર ઠાકરશી (SNDT) મહિલા યુનીવર્સીટી (મુંબઈમાં) : વિઠ્ઠલદાસ

39 હડાણા લાઈબ્રેરી : વાજસુરવાળા દરબાર

40 શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ

41 શ્રુતિ સંગીત સંસ્થા : રાસબિહારી દેસાઈ

42 નૃત્ય ભારતી : ઈલાક્ષી ઠાકોર

@gujaratiGKmaster
763 views16:11
Open / Comment
2022-05-09 18:20:41 *વર્ગ-3 ની તમામ ભરતી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી વિષય એટલે ઈતિહાસ.*

જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ?

– લોકમાન્ય ટિળક

સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું?

– લોકમાન્ય ટિળક

શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે?

– લાલા લજપતરાય

બંગાળાના ભાગલા ક્યારે પડ્યા?

– ૧૯૦૫મા

સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા?

– ત્રણ

મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ?

– ૧૯૦૬મા

બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?

– ૧૯૧૧મા

અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી?

– અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે

ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?

– શ્યામજી કૃષ્ણ વર્મા

ગદર પક્ષની સ્થાપના કોણે કરી?

– હરદયાળે

જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ?

-રાસબિહારી ઘોષે

અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?

– ચંપક રમન પિલ્લાઈ

ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ?

– ૧૯૧૫

ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો?

– ચંપારણ સત્યાગ્રહ

અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ?

– ૧૯૨૦મા

જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?

– ૧૯૧૯

ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા?

– મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી

બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે?

– નેહરુ અહેવાલ

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?

– ૨ જી માર્ચ ૧૯૩૦

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?

– વિનોબા ભાવે

કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા?

– સુભાષચંદ્ર બોઝ

નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું?

– સિંગાપુર

નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું?

– કેપ્ટન લક્ષ્મી સેહગલ

જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા?

– હિરોશીમા અને નાગાસાકી

હિંદના ભાગલા ક્યારે પડ્યા?

– ૧૯૪૭

સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?

– ૫૬૨

ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો?

– શ્રી એમ વિશ્વસરૈયા

ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ?

– ૧૯૫૦મા

પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ઘડી?

– ૧૯૫૧મા

હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઇ?

– મેક્સિકો

કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી?

– ૧૯૫૨થી

ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો અને ક્યારે તરતો મુકાયો?

– આર્યભટ્ટ અને ૧૯૭૫

વિશાળ ઇન્ફોસિટીની સ્થાપના કયા કરવામાં આવી છે?

– ગાંધીનગર

તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા?

– ભારત અને પાકિસ્તાન

પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો?

– ભારત અને ચીન

@gujaratiGKmaster
653 viewsedited  15:20
Open / Comment
2022-05-06 09:42:23 ગુજરાત ના લોકનૃત્યો

(૧) જાગ નૃત્ય
--> જવારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય.

(૨) મેરાયો નૃત્ય
--> બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે.

(૩) રૂમાલ નૃત્ય
--> મહેસાણા જીલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.

(૪) ચારખી નૃત્ય
--> પોરબંદર મેર જાતીના લોકોનું નૃત્ય છે.

(૫) ડુંગરદેવ નૃત્ય
--> ડાંગના આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૬) ગોફ ગુંથન રાસ
--> સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગુંથણી ભરાય છે અને ઉકેલાય છે.

(૭) રાસડા
--> ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય.

(૮) દાંડીયા રાસ
--> સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું નૃત્ય.

(૯) સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય
--> ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય, તેમજ ખારવણ બહેનોનું નૃત્ય.

(૧૦) ગરબો
--> નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન, સંઘ નૃત્ય, કોઈકવાર પુરુષો જોડાય છે.

(૧૧) ગરબી
--> ગરબી માટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે.

(૧૨) હીંચ નૃત્ય
--> ભાલ પ્રદેશ અને કાઠીયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલલત છે.
--> લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે.
--> હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.

(૧૩) પઢારોનું મંજીરા નૃત્ય
--> ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય.

(૧૪) ભરવાડોના ડોકા અને હુડા રાસ
--> સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ્ નૃત્ય કરે છે.

(૧૫) ઠાગા નૃત્ય
--> ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય.

(૧૬) વણઝારાનું હોળી નૃત્ય
--> ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.

(૧૭) ઢોલો રાણો
--> ગોહેલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે.

(૧૮) મરચી નૃત્ય
--> લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.


(૧૯) સીદીઓનું ધમાલ નૃત્ય
--> મૂળ આફીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.

(૨૦) વણઝારાનું બેડાં નૃત્ય
--> વણઝારી બહેનો માથે સાત-સાત બેડાં લઈને નૃત્ય કરે છે.

(૨૧) હાલી નૃત્ય
--> સુરત જીલ્લાના આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૨૨) ઘેરીયા નૃત્ય
--> દક્ષીણ ગુજરાતના આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૨૩) પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય
--> પંચમહાલના ભીલ જાતીના આદીવાસીઓનું તીરકાંમઠાં, ભાલા વગેરે હથીયારો સાથે રાખી ચિચિયારીપાડીને નૃત્ય કરે છે.

(૨૪) હળપતીઓનું તૂર-નૃત્ય
--> દક્ષીણ ગુજરાતના હળપતી આદીવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે.

(૨૫) માંડવા નૃત્ય
--> વડોદરા જીલ્લાના તડવી આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૨૬) આદીવાસીઓનું તલવાર નૃત્ય
--> દાહોદ વિસ્તારના આદીવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કાળા કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે.

(૨૭) શિકાર નૃત્ય
--> ધરમપુર વિસ્તારના આદીવાસીઓ તીરકામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા-પડકારા કરીને શિકાર-નૃત્ય કરે છે.


(૨૮) ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ‘ચાળો’ નૃત્ય
--> ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.


(૨૯) આલેણી-હાલેણી નૃત્ય
--> વડોદરા જિલ્લાના તડવી જાતીના આદીવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે.

@gujaratiGKmaster
866 views06:42
Open / Comment
2022-05-05 11:38:05
750 views08:38
Open / Comment
2022-05-03 09:05:03 પોસ્ટ વિભાગ માં *10 પાસ માટે 38926 જગ્યાઓ* પર ખુબ મોટા પાયે ભરતી આવી જેમાં *ગુજરાતમાં પણ 1901 જગ્યા છે* જાહેરાત ઓનલાઇન અરજી અને અન્ય તમામ માહિતી નીચેની લિંક પર છે.
ગુજરાત પોસ્ટ વિભાગમાં ૧૦ પાસ ઉપર પરીક્ષા વગર સીધી ભરતી આવી છે.
જગ્યાઓ ઘણી છે. *ગામમાં ૧૦ પાસ હોય એવા દરેક ઉમેદવાર આ ફોર્મ ભરી શકે છે આથી એ તમામ ને આ મેસેજ મોકલવા વિનંતી..*

વેબસાઈટ: https://www.naukridarshan.in/2022/05/indian-post-bharti-2022.html
વેબસાઇટ પર માહિતી અને ફોર્મ લિંક આપેલ છે..

@gujaratiGKmaster
891 views06:05
Open / Comment
2022-04-27 15:28:54 * PSI બ્રેકીંગ*

*PSIRB PSI પ્રીલીમ્સ કટ ઓફ જાહેર*

*મેન એક્ષામ માટે સફળ ઉમેદવાર નું લિસ્ટ નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરી શકશો*

https://www.naukridarshan.in/2021/10/constable-2021-lokrakshak-bharti-board.html
1.2K views12:28
Open / Comment