🔥 Burn Fat Fast. Discover How! 💪

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 2

2022-05-24 19:52:28 હે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી.
નથી રે ઉતરવા દીધાં રાણા એના પાણી.
રે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી..

આવી ગયાં અનેક અકબરની આણમાં રે,
પલટી ગયાં અનેક ને પડી ગયાં ખાણમાં એ,
તું અણનમ યોધ્ધો એક,નથી નાકલીટી તાણી.
હે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી.

તોપું લઈ ફરતાં રાણા એ ટકી નવ શકિયા ને,
કોઈએ ઢાળ્યા ઢોલિયા રાણા કોઈ થયા તકિયા રે,
એક પ્રતાપ તું કે તે રાખી પહાડ પાણે પથારી,
હે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી.

ભાણ રે ઉગે ને ભાલો ચમકે,કિરણ પડે તલવારે.
અડધી ઊંઘે ઉઠી જાતો શાહ જબકી છાશવારે.
ઘાટી આ હલદીમાં એની ફોજ કરી ધૂળધાણી,
રે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી..

ભેળી ભવાની બે રાણા, શહેનશાહને જાણ રે
આવે નહીં ઓરો રાણા, એને એક તારી આણ છે.
એક પ્રહારે અશ્વાર સોંતી 'દેવ' ભોમાં દેતો ઉતારી.
હે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી.

નથી રે ઉતરવા દીધાં રાણા એના પાણી.
રે મેવાડના રાણા તે તલવાર રાખી જાણી..

દેવાયત ભમ્મર:-
444 viewsH B Savani, 16:52
Open / Comment
2022-05-24 19:51:27 પ્રણય - લગાગાગા ૪ હજઝ છંદ.( દ્વી કાફિયા ગઝલ)


જરા થોભી જા દિલ મારા, પ્રણયની વાત આવી છે!
ભરી મુઠ્ઠીમાં આજે રાત પારિજાત લાવી છે.

સદાયે જીતવાની આશમાં દોડ્યા કર્યું નાહક,
પછી સમજી હકીકત કે મને તો મ્હાત ફાવી છે!

અમસ્તા એમ તો ધબકાર રણકે નહિ કદી મારા,
હ્રદય પર છુંદણા રુપે મેં તારી ભાત વાવી છે!

કદી તું રૂબરૂમાં તો કદી છેડે છે સપનામાં,
અદાઓ એ બધી તારી મને દિન- રાત ભાવી છે!

જુઓને જેમ ફૂલોને અડે હળવેકથી ઝાકળ,
કવિતા પ્રેમની મારેય આખી રાત ગાવી છે.


અંજના ગાંધી " મૌનુ"
વડોદરા
424 viewsH B Savani, 16:51
Open / Comment
2022-05-24 19:51:17 *દુઝતી સ્મૃતિ*
દુઃખતી રગ દબાવી મઝા લઈ રહ્યા સહુ કોઈ
ઉચ્ચ નીચ રક્ત ચાપ ભેદ ન પારખે સહુ કોઈ

શાંત જવાળામુખી સમી સ્મૃતિ જગાડે સહુ કોઈ
ઉપર તો રાખ ભીતર આગ ન જાણે સહુ કોઈ

સબંધના સરવાળે કેટલા અંકો ન જાણે સહુ કોઈ
સ્મૃતિના ભીતરના દ્વારને અહીં ઝંઝોળે સહુ કોઈ

ધરબાયેલ સ્મૃતિને ફંફોળી રહ્યા સહુ કોઈ
દાવાનળની ઊંડાઈ નહીં માપી શકે અહીં કોઈ
યોગેશ વ્યાસ જામનગર
397 viewsH B Savani, 16:51
Open / Comment
2022-05-24 19:50:32 તારી ઝલક જોતા મને અણસાર આવી ગયો
તારા વિનાં હું કઇં નથી ચીતાર આવી ગયો

જ્યારે વિચારું છું તને ત્યારે જ લાગે મને
મારામાથીં હું ખુદ અચાનક બ્હાર આવી ગયો

તકદીરમાં માંગું એ મળશે કે નહી શી ખબર?
તક્દીર આગળ પણ નવો આધાર આવી ગયો

જ્યારે વિચારું છું તને ત્યારે જ લાગે મને
મારામાથીં હું ખુદ અચાનક બ્હાર આવી ગયો

કાવ્યો ગઝલ સાથે પનારો પડશે ન્હોતી ખબર
બસ સ્મિત તારૂં એક મળતા ભાર આવી ગયો

આખોમાં આં ભીનાશનું કારણ બતાંવું હું તને
વરસાદ તારી યાદનો શ્રીકાર આવી ગયો

એકાંતમાં મમળાવવાની ક્ષણ બની ગઇ છે તું
ક્ષણને સદી વચ્ચે નવો વ્હેવાર આવી ગયો

તારા ગણીને આંખ અજવાળી બનાવી હતી
મારી ગઝલમાં આભનો શણગાર આવી ગયો

પામી જવા આજે તને કેવી મથામણ કરૂં
ઇશ્વરની સામે પણ નવો પડકાર આવી ગયો

બોલો’મહોતરમાં’છુપાવું ક્યા ગઝલમા તને
તારો અક્ષર દેહે નવો આકાર આવી ગયો
-નરેશ કે.ડૉડીયા
396 viewsH B Savani, 16:50
Open / Comment
2022-05-24 19:48:40 ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગા
*******
દિલ થશે તરબતર, ચાહ ને ચા મળે તો,
તાજગી રહે, અગર ચાહ ને ચા મળે તો.

પંથ છે આસાન જો હોય સંગાથ ગમતો,
છે મજાની સફર, ચાહ ને ચા મળે તો.

છે ગજબનો નશો ને તલબ પણ ઉઠે ત્યાં,
છે તડપ કે અસર? ચાહ ને ચા મળે તો.

થાઉં ઘેલી હું કે ભાન ભૂલી જ જઉં છું,
ક્યાં મને છે ખબર ચાહ ને ચા મળે તો.

ચોતરફ શોધું જ્યારે વધે આગ દિલમાં,
ના હટાવું નજર, ચાહ ને ચા મળે તો.
*********
મીના વ્યાસ
વડોદરા
392 viewsH B Savani, 16:48
Open / Comment
2022-05-24 19:48:23 શીર્ષક :- જશો નહીં

અધૂરી વાત કરીને જશો નહીં,
હૈયાને તાપ આપી જશો નહીં.

રાહ બહુ જોઇ છે રોજ અમે,
ફરી આવીશ કહી જશો નહીં.

સફર એકલવાયી બહુ કાપી,
હવે રસ્તો બદલી જશો નહીં.

આવવું તમારું જીવન અમારું,
થોડીક વાર રોકાઈ જશો નહીં.

હકીકત બનીને આવ્યા છો તો,
ક્ષણ આભાસી દઈ જશો નહીં.


રચના :- બગથરિયા નિલેશ મથુરદાસ "નીલ "
405 viewsH B Savani, 16:48
Open / Comment
2022-05-24 19:48:06 ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita

અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup

For Paid Promotion in this both channel please DM me...
403 viewsH B Savani, 16:48
Open / Comment
2022-05-24 19:47:53 ઢાળ : જનનીની જોડ સખી...

દીઠા દેવોને દીઠા દેવળો રે લોલ
પણ આજે દીઠો મા તારો રાસ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

એના હોઠે છે હેત તણી હાકલું રે લોલ
એના મુખડે મોહન વરતાય જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

જાણે રણની વચાળે એક વિરડી રે લોલ
વ્રજ જેવા વમળ સર્જાય જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

શ્યામ સોહે વચાળે વ્રજધામમાં રે લોલ
એની ફરતે ફુલવાડીયું અપાર જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

ધોમ તડકે શીતળ એક છાંયડી રે લોલ
લઇ લીધો વાલે જ્યાં વિશ્રામ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

માડી ટીંબે ટમટમતી એક તારલી રે લોલ
અમને આપે અદકેરો અજવાસ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

માએ ઝીણી ઝીણી ઝાંઝરીયું પ્હેરીયું રે લોલ
એનો ગગને થયો છે ઘંટનાદ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

મારી નજરું નિબંધ એનાં રાસની રે લોલ
મારી પાંપણ જાણે કે એનાં પાઠ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

તમે કીધેલ કવિતા મારા કાનની રે લોલ
સાતે વીસું વ્હાલપ કેરા વેદ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

તમે પેટાળ જઈ મા કેમ પોઢીયું રે લોલ
સુનો માવાની મોરલીનો સાદ જો
આ સતીયું સાતવીસું રમે રાહડે રે લોલ

- માવજી એમ આહીર
425 viewsH B Savani, 16:47
Open / Comment
2022-05-24 19:47:36 પ્રકૃતિ સંવાદ કરે અરસ પરસ ચેક નિરખો
કિડીને કણ હાથીને મણ આપી દે છે પ્રકૃતિ

પ્રકૃતિના સહુ કોઈ લાડકવાયા ન વહાલા દવલા
સહુ એક સમાન સહુને સરખો ન્યાય કરે પ્રકૃતિ

પ્રકૃતિમાં મુક્ત પણે વિચરે તૃણભક્ષી માંસભક્ષી
જીવની પાછળ જીવ સજીવ ચક્ર ફેરવે પ્રકૃતિ

પ્રકૃતિમાં લાડકવાયા પંખી અહીં કરે કલશોર
ભમરા તીતલી મધમાંખી વૃદ્ધિ કરે પ્રકૃતિ

પ્રકૃતિમાં અટલ નિયમ જીવો જીવસ્ય ભોજન
જતન કરો વૃક્ષ વેલા પશુ પંખી પ્રાકૃતપણે
યોગેશ વ્યાસ જામનગર
477 viewsH B Savani, 16:47
Open / Comment
2022-05-24 19:47:09 શીર્ષક: માણસ

હારી ના શકે તું કદી પણ,
માણસનો તું અવતાર છે.

ધારે તે કરી શકે છે સમજ,
જગે ભલેને તું પળવાર છે.

સમયે મીણ, સમયે પાષાણ,
મોટો માણસ તું કલાકાર છે.

છૂપાવી દરદ હસી શકે રોજ,
જબરો માનવ તું ફનકાર છે.

સંવાદ સાધી શકે મૌન રાખી,
હાવભાવની તો તું સરકાર છે.

ને જાળવી શકે સંબંધો બધા,
માણસ નામે તો તું દરકાર છે.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "
રાણપર
502 viewsH B Savani, 16:47
Open / Comment