Get Mystery Box with random crypto!

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 8

2021-07-29 20:11:03 તારાથી દૂર થયાને ઘણા દિવસો થઈ ગયા,
બસ હવે તને મળવાનું મન થાય છે..
4.2K viewsH B Savani, 17:11
Open / Comment
2021-06-25 20:32:09 મિત્રો ઉપર ની લિંક તમે જોડાયેલા બધા ગ્રુપ કે ચેનલ માં શેર કરો...જેથી આપણી આ ચેનલ ખૂબ જ આગળ વધી શકે...
4.6K viewsH B Savani, 17:32
Open / Comment
2021-06-25 20:31:40 ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita

અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
4.5K viewsH B Savani, 17:31
Open / Comment
2021-06-25 20:29:10 આપણા આ ગ્રૂપમાં કોઈ Logo Maker છે....આપણા આ ગ્રુપ અને ચેનલ માટે લોગો બનાવો છે....કોઈ હોઈ તો મને જણાવજો...
4.0K viewsH B Savani, 17:29
Open / Comment
2021-06-25 20:25:32 'તોબા - તોબા
ગા/૧૫

લોકો જીવે જોમે અંન્તે,
એ કરતાં તોબા-તોબા.
સોમે, ભોમે, ઓમે અંન્તે,
એ કરતાં તોબા-તોબા.

પૈસા પાછળ દોડે લોભે,
થાકે તોએ ક્યાં થોભે?
દાઝે છાના રોમે અંન્તે,
એ કરતાં તોબા-તોબા.

સંબંધોમાં ક્યાં બંધાતા?
રંગત માં ક્યાં જોડાતાં?
ચાહે ઊભા ધોમે અંન્તે,
એ કરતાં તોબા-તોબા.

આંખો બીડી ચાલે તાલે,
વટનાં ટુકડા થઈ મ્હાલે.
આશે હોમે નોમે અંન્તે,
એ કરતાં તોબા-તોબા.

રોકે ક્યાંથી કોયલ એને,
એ તાણે પ્રભુ ની દેને.
દોમે થાતાં મોમે અંન્તે,
એ કરતાં તોબા-તોબા.

કોકિલા રાજગોર
ભીવંડી થાના
3.6K viewsH B Savani, 17:25
Open / Comment
2021-06-25 20:25:18 દર્દ,  આંસુ, વિરહ  ને તારી યાદથી લગાવ થઈ ગયો,
જાણે કે આ જિંદગી પર, તારો જ પ્રભાવ થઈ ગયો.

અસર  કરી  ગઈ,  અદા,  નજર  ને  નેક  દિલ તારું,
હ્રદય પાર થયું તીર, રૂઝાય ના એવો ઘાવ થઈ ગયો.

વગર  તારા  તો ના  ચાલતું  જરાયે, પણ  થાય  શું?
પરિસ્થિતિને  સહન  કરવાનો,  સ્વભાવ  થઈ  ગયો.

એ  તારો  ચહેરો,  એ  તારી  આંખો  ને  તારી વાતો,
પળે  પળની   યાદોનો,  દિલમાં  ભરાવ  થઈ   ગયો.

પ્રેમભરી નજરોથી પ્રતિક્ષા, બસ તારી જ 'જય' કરે,
અઢળક લોકોની વચ્ચે પણ, એકલો સાવ થઈ ગયો.

પ્રેમ જય લીમ્બચીયા
પોર, વડોદરા
વતન - વરખડ, રાજપીપલા
2.7K viewsH B Savani, 17:25
Open / Comment
2021-06-25 20:25:04 હાજર છે ગઝલ.

હું જરા બદલી ગયો છું આપ માનો કે ન માનો.
વાત એકજ કહી રહ્યો છું આપ માનો કે ન માનો.

હા રમતવાતે તમે તો જે હતું માગી લીધું' તું.
એટલે સુખ દઈ રહ્યો છું આપ માનો કે ન માનો.

હા તમારી બેઉ આંખો ચૂમવા આતુર તેથી-
અશ્રુરુપે વહી રહ્યો છું આપ માનો કે ન માનો.

છે કદમ ને પીઠ બંને એ તરફ જ્યાં આપ ઉભાં.
લાગશે કે જઈ રહ્યો છું આપ માનો કે ન માનો.

વાયદો મેં પાનખરને પ્રેમનો' રશ્મિ' કર્યૉ' તો.
પુષ્પ કાંટા લઈ રહ્યો છું આપ માનો કે ન માનો.

- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.
2.5K viewsH B Savani, 17:25
Open / Comment
2021-06-25 20:24:46 કાચા કાનનો ભાંગરો વાટી નાખતો હોય છે,
તે શરમાઈને વાતને પલટી નાખતો હોય છે.

ઘરનાં બારણાં આંગળિયાથી બંધ કરવાં પડે,
ઘરના રોટલા કૂતરો બોટી નાખતો હોય છે.

નર સ્વભાવથી કૂતરા વેડાં કેમ કરતો હશે!!,
કરચોરી કરી મિલકત દાટી નાખતો હોય છે.

દિલના દર્દ છુપાવવા પણ મુશ્કેલ થઈ જાય છે,
ઝખ્મો ચચરતાં દર્દને ચાટી નાખતો હોય છે.

ચપટી લોટ સાધુ મહાત્માને દાન કરતા નથી,
મોંઘારત ઉપર બૂમ તો ખોટી નાખતો હોય છે.

અનિલ દવે. ("અનુ")
2.3K viewsH B Savani, 17:24
Open / Comment