Get Mystery Box with random crypto!

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 7

2021-09-28 20:16:08 આંખમાં સમણાં જરા વાવી ગયું,
કોઈ આ દિલને બહુ ફાવી ગયું.

દ્વાર દિલનું બંધ કરવાનો હતો,
ગમતું માણસ કોઈ ત્યાં આવી ગયું.

પાનખર આવી હતી જીવનમાં ફરી,
હાથમાં આ ફૂલ કોણ લાવી ગયું?

સાવ કાફર એ ચહેરો એ છતાં,
જીભ પરનું મધ ઘણું ભાવી ગયું,

આંખમાં સપના તૂટેલા છે ઘણા,
તે છતાં સપના નવા અપાવી ગયું.
હિંમતસિંહ ઝાલા
755 viewsH B Savani, 17:16
Open / Comment
2021-09-28 20:12:07 બુઝાવી નાખજો
ગાલગાગા-3ગાલગા

વેર કેરી આગને આજે બુઝાવી નાખજો.
સ્નેહ કેરા દીપને સ્નેહે જગાવી નાખજો.

પાપ કે ના પુણ્ય જાણું,ધર્મ માનવતા તણો,
દાગ સઘળાં પ્રેમથી ધોઈ બિછાવી નાખજો.

આ ખલકના સૌ મુસાફર,ખપ પડે સૌનો અહીં,
સ્વાર્થનો સંબંધ ત્યાગીને ખમાવી નાખજો.

કર્મ ગીતા સાર છે,બસ કર્મ કરવું ખંતથી,
સત્ય વાંછીને અડગ મનથી વધાવી નાખજો.

પંથને અજવાળવા જાત છો બળતી રહે,
ન્યાયનો ધૂણો સદા દિલથી ધખાવી નાખજો.

સ્વપ્નને ઉંચા સજાવી પાંપણે આસન દઈ,
આ ગગન ઉડવાં ખરે પંખો સજાવી નાખજો.

જિંદગીનો મહેલ ઉંચો જો રચે ઈચ્છા ભરી,
જિંદગીની નીંવ ઊંડી તો ખણાવી નાખજો.

દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
761 viewsH B Savani, 17:12
Open / Comment
2021-09-28 20:10:24                સંસારનો સાગર
            -----------------------

પરિસ્થિતિને આધિન જીવવું પડે છે, 
મર્યા પહેલાં સો વાર મરવું પડે છે .

જૂઠી જંજાળમાં અહીં ફરવું પડે છે, 
દુનિયાથી સૌ કોઈને ડરવું પડે છે. 

આજીવન કારાવાસમાં વસવું પડે છે,
દિલ રડતુ હોય છતાં હસવું પડે છે.

જરૂર ન હોય ત્યારે ખસવું પડે છે, 
ચમક લાવવા સોનું ઘસવું પડે છે. 

ઉચ્ચ લક્ષ્ય પામવા પડવું પડે છે, 
મોટી મુશ્કેલીઓથી લડવું પડે છે. 

નડવું ન હોય છતાં નડવું પડે છે, 
સંસારના સાગરમાં સડવું પડે છે. 

કઠપૂતળીના ખેલમાં રમવું પડે છે, 
જેમ નમાવે તેમ નમવું પડે છે.

આફત આવ્યે સૌને તરવું પડે છે,
ચિંતન વગર કાર્ય કરવું પડે છે.


                        ચિંતન સોહેલિયા 
                           પડધરી
691 viewsH B Savani, 17:10
Open / Comment
2021-09-28 20:10:09 જિંદગીમાં

આવે ભલે હજારો પડકાર જિંદગીમાં.
ભીતર ભર્યો અમારી લલકાર જિંદગીમાં.

છો આવતી ભલેને આફત ઘણી વધારે,
કરશું બધાં એ શમણાં સાકાર જિંદગીમાં.

જીવન તણી ગઝલમાં લય તાલ સૂર સંગે,
ભરશું અમે અનોખો રણકાર જિંદગીમાં.

ભારત તણી ધરાએ માબાપને નમન છે,
સીંચ્યાં ઘણાં અનોખા સંસ્કાર જિંદગીમાં.

આવી મળ્યાં તમે જ્યાં પામી ગયો મજાનો,
એ લાગણી તણો ત્યાં ધબકાર જિંદગીમાં.

ગીતા ઠક્કર"ગીત"
677 viewsH B Savani, 17:10
Open / Comment
2021-09-28 20:08:47 આજની ગઝલ.

આભની કોરાશ પજવે;
તાપની ભીનાશ પજવે.

રંગ પૂરા બાર કિન્તુ;
' તું નથી' ફિક્કાશ પજવે.

પગતળેે માટી મરોડેે;
ને ઉપર આકાશ પજવે.

કેેમ છૂપાવું સખીરી;
આંખની લાલાશ પજવે.

જીવવા આડે ય કાયમ;
રોજ જન્મે આશ પજવે.

શ્વાસના સાગર કિનારે;
આવ જા ની લાશ પજવેે.

છેે તમન્ના શબ્દ પાસે;
અર્થ' રશ્મિ' કાશ! પજવે.

- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.
686 viewsH B Savani, 17:08
Open / Comment
2021-09-28 20:08:28 લગાગાગા, લગાગાગા, લગાગાલ.

હવે તો આર યા તો પાર પડવું છે,
સમય સામે હવે તો ખૂબ લડવું છે.

હું પદનો ભાર ક્યા સુધી વહન થાય?,
સમયનો તાલ દેખી જોર કરવું છે.

શરમના નાક વિંધ્યા ત્યાંજ શરમાઈ,
શરમને શે'હ વિના સંભળાવું છે.

અરે ઓ જિંદગી નિષ્ઠુરતા છોડ,
આ તારા ત્રાસ સામે જ ટકવું છે.

જરા વિચાર તો કર આમ ના હોય,
હવે તો ખુદનું વર્ચસ્વ અડવું છે.

અનિલ દવે. ("અનુ")
682 viewsH B Savani, 17:08
Open / Comment
2021-09-28 20:07:39 બંધારણ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ભગવાન  હકનું   માનવીને,   માંગવા  આપે જ   છે,
ને  હિતમાં જે  હોય ફળ એ,  ચાખવા આપે  જ છે.

પાસે  જે  છે  એ ભોગવી, સંતુષ્ટ  થા  ઓ  માનવી!
તું  વાપરે  ક્યાં  ધન  બધું, એ  જાણવા આપે જ છે.

અવરોધ  આવે  છે  સફરમાં, જિંદગી  સહેલી  નથી,
થાકી  જશેને  તો  વિસામો,  બેસવા   આપે  જ  છે.

ભૂલો  પડે  જો  રાહમાં  તો,  ધ્યાન  ઈશ્વરનું  તું  ધર,
હારી  જતો  ના  માનવી,  રસ્તા  નવાં  આપે  જ  છે.

સૌ ભાઈઓ આગળ વધો, ભેગા મળી 'જય' ચાહતો,
સાથે  મજા  છે  જિંદગી, જે  માણવા  આપે  જ  છે.

પ્રેમ જય લીમ્બચીયા
પોર, વડોદરા
વતન - વરખડ, રાજપીપલા
698 viewsH B Savani, 17:07
Open / Comment
2021-09-28 20:06:37 ઘરનાં આંગણે દીકરી રમતી

ગળ્યો છે ગોળ અને એથીય સાકર છે મીઠી
મારાં ઘરનાં આંગણે મેંતો દીકરીને રમતી દીઠી

પા પા પગલીને ઝાંઝરનો કરતી મીઠો રણકાર
મારી દીકરી સીતા,ગીતા ને લક્ષ્મીનો અવતાર
દીકરીતો પિતાનાં વ્હાલની પ્રભુએ લખેલી ચીઠ્ઠી
મારાં ઘરનાં આંગણે મેં તો દીકરીને રમતી દીઠી

બે કૂળોને તારતી અને પિતાની લાડલી છે દીકરી
દીકરાની સમોવડી છે દીકરી નથી રસ્તાની ઠીકરી
પિતાનું દુઃખ જાણી ના રહે ક્યારેય એ તો છેટી ?
મારાં ઘરનાં આંગણે મેં તો દીકરીને રમતી દીઠી

બાપનો વિસામો,બાપનો દીકરી સાચો પડછાયો
સુખ દુઃખમાં દીકરી પરિવાર માટે બંને છે છાંયો
સારા કર્મોનાં ફળ સ્વરૂપે ઘરમાં અવતરે છે બેટી
મારાં ઘરનાં આંગણે મેં તો દીકરીને રમતી દીઠી

રચયિતા
કનુજી કેશાજી ઠાકોર "કનકસિંહ"
હાસ્ય કલાકાર /બાળકવિ
716 viewsH B Savani, 17:06
Open / Comment
2021-09-28 20:05:21 ફૂલ ઉપર સૂર્યની કરડી નજર હોય છે
એટલે ઝાકળ રક્ષેલું ત્યાં કવચ હોય છે

એક સાથે પર્ણ,પંખી,ડાળ,માળૉ હશે
એટલે ટહુકાનું ત્યાં કાયમ સદન હોય છે

લાગણી ભીની સતહ હોવી જરૂરી છે દોસ્ત
તો જ લાગે માનવી નામે ઝરણ હોય છે

મન ભરી માણી નથી શકતો ભલે તે છતાં
એક પળ એવી મળે આખું જીવન હોય છે

દૂરતાંમાં પણ સધીયારો મળે કોઇને
જ્યાં દૂરીમાં સ્પર્શ સાથે સુખની ક્ષણ હોય છે

ખાસ અંગત એમ બનવું કાંઇ સ્હેલું નથી
સ્થાન બુધ્ધિનું નહી દિલથી સમરપણ હોય છે

વેદનાને રોજ ફંગોળીને પ્હેરું છુ સ્મિત
હોઠ પર જ્યારે કવન અથવા ગઝલ હોય છે

પોતપોતાનામાં સૌ લાગી પડ્યા હોય ત્યાં
માનવીનું ધર નહી કોંક્રિંટ વન હોય છે

એ ચબરખી પત્રના જાણે જમાના ગયાં
ફોનના મેસેજ કેવાં જાદુગર હોય છે

આ “મહોતરમાં” મળી ગઇ તો ગમે લખવાનું
શબ્દ સાથે પ્રેમનું જ્યાં આત્મબળ હોય છે
– નરેશ કે.ડૉડીયા
840 viewsH B Savani, 17:05
Open / Comment
2021-09-28 20:04:45 આકાશ આ જો કેવું ગોરંભાયુ છે!
કાજળ નક્કી એણે આંખે આંજ્યુ છે
ને વરસવાની વકી પૂરેપૂરી જણાય છે
માટે અમે તો શમણું આંખે વાવ્યું છે.

નિલેશ બગથરિયા ..નીલ.
848 viewsH B Savani, 17:04
Open / Comment