🔥 Burn Fat Fast. Discover How! 💪

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 6

2022-01-06 20:12:21 ઓશીકું
કેટ કેટલા સપનાં સંઘરી બેઠું આ ઓશીકું,
કેટલી વેદના સંવેદના સંઘરી બેઠું ઓશીકું.

ઉભરતી લાગણીના અશ્રુ છુપાવી બેઠું ઓશીકું,
પિયુ ગયો પરદેશ વ્હાલ વરસાવી રહ્યું ઓશીકું.

શ્રમયોગીના થાકના ગોટલા ઉતારી રહ્યું ઓશીકું,
સુતેલા બાળકને સંરક્ષણ આપી રહ્યું ઓશીકું.

સોટીના મારે ટીપાઈ ટીપાઈ મુલાયમ બન્યું ઓશીકું
કેટ કેટલા સપનાં સંઘરી બેઠું આ ઓશીકું.

પારકા ન પોતાના વ્હાલા ન દવલા જાણે ઓશીકું
જીંદગીના કેટ કેટલા ચડાવ ઉતાર જુએ ઓશીકું

તવંગરના મનનો થાક ઉતારી આરામ આપે ઓશીકું
પેટિયું રડતા ગરીબને પથ્થરનું વહાલું લાગે ઓશીકું

ભીની આંખોને નરમ મુલાયમ સાથ આપે ઓશીકું
દિલના ખૂણે છુપાવેલ ડૂસકાંને ખુદમાં સમાવે ઓશીકું
યોગેશ વ્યાસ જામનગર
502 viewsH B Savani, 17:12
Open / Comment
2022-01-06 20:11:56 લગાગાગા ૪.

નથી મારી અહીં હસ્તી, શબદથી ઓળખાઈ છું.
અલગ કદમાં, અલગ માપે સતત રોજે મપાઈ છું.

ચઢે એરણ કસોટીએ કથીર કંચન બને જાણ્યું,
બળી સો એરણો ઉપર, જુઓ કેવી તપાઈ છું!

હજારો તર્કની જોડે કરે સૌ અર્થ પણ જુદા,
અલગ રીતે, અલગ અર્થે પછી ત્યાં ગોઠવાઈ છું.

સમાચારે સતત ઝળહળતી રે'તી હું ય લોકોમાં,
જુની ચર્ચા, નવી કોલમ બની છાપે છપાઈ છું.

રહી પોતે જ પોતાના જગતમાં તે છતાં "મૌનુ",
કે શાને લાગતું મુજને બધામાં છું, પરાઈ છું.


અંજના "મૌનુ" વડોદરા
(હાલ અમેરિકા)
507 viewsH B Savani, 17:11
Open / Comment
2022-01-06 20:11:28 ઈશ્કના બંદાને

તુ કલાપી છે કવિ,
શાયર વળી દીલદાર છે,
ગુર્જરી વાણી તણું,
તુ મોતી પાણીદાર છે.

તુ વિયોગી, તુજ યોગી,
તું જીગરનો યાર છે,
રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે.

જિંદગીની ભર વસંતે,
દર્દેદિલ થઇ તું રડ્યો ,
આંસુઓં જ્યાં જ્યાં પડ્યા,
ત્યાં ઈશ્ક નો ગુલ્ઝાર છે.

આ ભરી મહેફિલ મહી,
તુ જામ લઇ આવ્યો અને,
તુ જ ખુદ સાકી બન્યો,
ને તું જ તો પીનાર છે.

ઈશ્કનો બંદો, સાકી, સુરાની, દાસ્તાં 'આદમ 'સુણો,
ત્યાં સમજવું કે, કલાપીનો કવિ-દરબાર છે..

-બકુલ રાવલ - આદમ
#kavikalapi
509 viewsH B Savani, 17:11
Open / Comment
2022-01-06 20:11:08 નીલગિરિના થડ જેવી
તારી લીસ્સી સાથળ પર,
મારી હથેળી અડકે ના અડકે
એ પ્હેલાં...
તારી છાતીનાં ઉભાર પર
જામેલા પ્રસ્વેદબિંદુથી
મારા હાંફતાં શ્વાસને
જરા ટાઢક મળે ના મળે
એ પ્હેલાં...
કોઈ વિષકન્યા લાલ ચંદનને લપેટાઈ જાય,
એમ તું મને લપેટાઈ ગઈ હતી.
યુગો પ્હેલાં....
પણ આજે..!!!
તારી સાથળનો સ્પર્શ , પ્રસ્વેદબિંદુ ને ઘણું બધું..
મારી હથેળીમાં પ્રાચીન અવશેષોની જેમ,
છિન્નભિન્ન થઇ રહ્યું છે.
ટૂંક માં એમ સમજ કે ...
લુપ્ત થઇ જવાની અણી પર છે.
કદી તારી યાદો આ તરફ આવે ને,
પોતાની જ રિયાસત ને આ હાલતમાં જોવે,
જોઈને દુખી થાય
એ પ્હેલાં....
એક કામ નહીં કરે..!!!
આ મારી પ્રાચીન હથેળી ને તારે તાબે લઈ લે ને..!!
તો હું કદાચ પુરાતન ખાતાની ફાઈલોમાં જકડાઈ જતાં,
આબાદ બચી જાઉં.
બોલને..
લઈ લઇશ ને મને...!!

_પિનલ
515 viewsH B Savani, 17:11
Open / Comment
2022-01-06 20:10:40 અંત જેનો નક્કી નથી એવી કથાં લખતો રહ્યો
જે કદી ફળવાની નથી એ શક્યતાં અડતો રહ્યો

ક્યાં કસબ જેવું હોય છે ચાહી જવામા કોઇને
એ પછી જાણ્યું એ જ અઘરૂ કાર્ય હું કરતો રહ્યો

કાયમી શાસન કોઇનાં દિલ પર કદી ચાલ્યુ નથી
તોય એક જ દિલ જીતવા મનને મગજ કસતો રહ્યો

પ્યારમાં માણસ મૌનનો લે આશરો,જ્યારે હું તો
પ્યારના નામે અનગિનત કાવ્યો-ગઝલ રચતો રહ્યો

મારા ગઝલ કાવ્યોને વાંચી આંખ એની બોલતી
મૌનની ભાષા આ જ રીતે હું સતત પઢતો રહ્યો

નિર્દોષતાં મારી હમેશા એક-ધારી રાખજે
હું ખુદા સામે ખાનગીમા રોજ કરગરતો રહ્યો

કોઇ રડતા માણસની આંખો જોઇને ચોકી જતો
એ હકીકત જાણી પછી હું ઇશ્કને વઢતો રહ્યો

એક ચંચળ નારીને જ્યારે છોકરી જેવી ગણી
સૌંદર્ય કોરાણે મૂકી નિર્દોષતાં લણતો રહ્યો

એ “મહોતરમાંને” ગમી જાવુ અસંભવ છોને હોય
લાખ ચ્હેરાની ભીડમાં એને સતત ગમતો રહ્યો
-નરેશ કે.ડૉડીયા
536 viewsH B Savani, 17:10
Open / Comment
2022-01-06 20:10:17 બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.

માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝકઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાય ચમક નથી.

આરામથી રહો ભલે પણ અગવડોની સાથ,
આ મારું મન છે કંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’
568 viewsH B Savani, 17:10
Open / Comment
2022-01-06 20:09:56 હું સુખી છું...

તમે એકાએક ફૂલોને સરનામું પૂછતાં હતા..
ને પછી જવાબમાં એ સુગંધ પ્રસરાવતા હતા...

ઘટના એવી ઘટી મેં બાગને હસતો જોયો..
ને પછી તો પ્રેમીઓ પ્રેમમાં પડતા હતા...

બીના એવી બની મેં ફણીધરને જોયો..
ને પછી તો બધા સોનું બની ચમકતા હતા...

વાત એવી વહી મેં વસંતને શરમાતા જોયો..!
ને પછી સૌ હેલીમાં રમતા ને ભમતા હતા...

એક દેહ બીજા દેહમાં વિલીન થતો મેં જોયો..
ને પછી અર્ધ નારેશ્વર બની પૂજાતા હતા...

ચમકને ખંખેરતો પૂનમનો એ ચાંદ મેં જોયો..
ને પછી દોસ્તો જ અરુણને જગાડતા હતા...

પારસમણીનો સ્પર્શ મેં લાગણીમાં જોયો..
ને પછી સુવર્ણમય "જગત"માં નાચતા હતા...Jn

જે. એન. પટેલ (જગત)
690 viewsH B Savani, 17:09
Open / Comment
2022-01-06 20:09:25 શીર્ષક: જોઈએ

બચાવવાને સંબંધો પળે પળ,
સંવાદ તણો સ્વીકાર જોઈએ.

મોટા તો થઈ જવાય છે પરંતુ,
હૈયે બાળકનો પ્રકાર જોઈએ.

બનાવી શકાય અગર જીવતરે,
માણસ તણો આકાર જોઈએ.

બદીઓ ઘર કરી જાય એ પેલા,
જીવનમાં એનો જાકાર જોઈએ.

આપીને ભૂલી જવું છે જ અઘરું,
છતાં એવો કો' શાહુકાર જોઈએ.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "

રાણપર
705 viewsH B Savani, 17:09
Open / Comment
2021-09-28 20:18:07 હું નથી પણ તોય એ મારી હતી,
એક ઘટના સાવ અણધારી હતી.

બંધ રાખ્યા હોઠ તો જલસો પડ્યો,
ખોલવામાં ક્યાં સમજદારી હતી?

પ્રેમમાં હારીશ એ નક્કી હતું,
જીતવાની તોય તૈયારી હતી.

વાત મારા આવવાની સાંભળી,
દુશ્મનોએ શેરી શણગારી હતી.

એ નહીંતર તો કદી ના પાડે નૈ,
ના કહેવામાં જો લાચારી હતી.

જિંદગીભર ઘરનો જે આધાર થઇ,
અંત વેળા એ જ નોંધારી હતી.

સ્મિત એવું જાણે મીઠું મધ પ્રશાંત,
આંખ એની કેમ બહુ ખારી હતી?

...પ્રશાંત સોમાણી
881 viewsH B Savani, 17:18
Open / Comment
2021-09-28 20:16:41 તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી
872 viewsH B Savani, 17:16
Open / Comment