🔥 Burn Fat Fast. Discover How! 💪

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 5

2022-01-19 17:08:10 શીર્ષક: હોય

હાજરમાં તું હોય પછી જ,
પૂનમ કેરું અજવાળું હોય.

પૈસાથી આવે ખરા કદીયે?
તારો સંગાથ રજવાડું હોય.

ઘાયલ થવાય છે કારણકે,
સ્મિત તારું નખરાળું હોય.

ભલે હકીકતે ન હો છતાં,
શમણું તારું રુપાળું હોય.

રસોડે મારાં હોય તું કાયમ,
પછી હેત પ્રીતનું વાળું હોય.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ"

રાણપર
262 viewsH B Savani, 14:08
Open / Comment
2022-01-13 18:37:46 ગુજરાતી કવિતા, વાર્તા, ગઝલ, નઝમ ને ઓડિયો વિડીયો ફોર્મેટ માં માણવા માટે "શબ્દ ઉત્સવ" યુટ્યુબ ચેનલ ની અચૂક મુલાકાત લો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.

https://youtube.com/channel/UCHWEKdzGpDOHrgNuJRc7IgA
183 viewsH B Savani, 15:37
Open / Comment
2022-01-06 20:17:55 સ્નેહનાં સંભારણાં

સૂનો મૂકી આ બાગ છોડી ચાલ્યાં ક્યાં તમે?
ખોળો ખૂંદી રમતાં હતાં તારા ખીલેલા બાગમાં.

શોધી શોધી ફરી વળ્યાં ચારે તરફ આ બાગમાં,
મળતું નથી સરનામું તારું શોધ ક્યાં કરવી હવે?

વહાલનાં આંસુ ઝરે છે હૂંફાળી તારી યાદમાં,
મમતાળો તારો હાથ ફરતો અમ શિરે વ્હાલપ તણો!

ભીનાં થકી કોરાં કરી સુવડાવી દેતી ખરે!
ઝારી ભરીને દૂધની છણકો કરી પીવડાવતી.

નિર્દોષ તારા પ્રેમથી અમ સદા ખીલતાં રહ્યાં,
તારા ખીલાવેલા બાગમાં અમ સદા ઝૂલતાં રહ્યાં.

ધૂળમાં આળોટતાં ને પડતાં- આથડતાં જ્યારે અમે,
સ્નેહની પકડી આંગળી નવડાવતી ત્યારે ખરે!

શૌર્યના પાઠો ભણાવી ગીતડાં મીઠાં ગવડાવતી,
સંસ્કારો ભરી દેશ દાઝના એ અમને ઠમઠોરતી.

દૂધ પૌઆ ખવડાવતી ને વહાલ એમાં ઉમેરતી,
માસૂમ અમારી આંગળીઓથી એ ખાવા શીખવાડતી.

ઋણ ચૂકવી શકીએ કદી ના માત્ર યાદ કરવી રહી,
અનેક છે ઉપકારો એના એ વાત ધરવી દિલમાં સહી!

જનની સરીખી જોડ જગમાં ન જડશે ક્યહીં,
ભલે હજારો પડછાયા બનીને રૂપ ધરી આવશે અહીં!

- પરથીભાઈ ચૌધરી,"રાજ"
694 viewsH B Savani, 17:17
Open / Comment
2022-01-06 20:17:13 કૃત્ય હિચકારું!

તપે કારણ વગર તો સૂર્યને અડબોથ ફટકારું,
કદી હિબકે ચડેલી સાંજની હું પીઠ પસવારું!

ભગાડીને નથી આણી અમે કૈં પૂર્ણિમા ઘરમાં
કરે જો ચંદ્ર ટેંટેં તો અદાલતમાં ન પડકારું!

બનાવી ના શક્યાં ઘર મોરનાં પીંછા વડે જોકે
અમે જોયું હતું ક્યારેક એવું સ્વપ્ન સહિયારું

પ્રથમ જોવું ઘટે કે આખરે સાવજ કરે છે શું,
મને એ ચાટવા આવે પછી શું કામ હડકારું?

નથી હું ગાઈ શકતો ગીત વાસંતી હવે એકલ,
કરે સંગાથ કોયલ તો યુગલગીતોય લલકારું!

મળી રે'શે મને હરરોજ આંસુ એકદમ તાજાં,
ક્હો તો પાંપણો એના વડે હું રોજ શણગારું

વગર મોતે મરી જાશે કદી બદબખ્ત ઇચ્છા,
થશે મારા જ હાથે કોક દી એ કૃત્ય હિચકારું
૦૦૦
કિશોર જિકાદરા..
590 viewsH B Savani, 17:17
Open / Comment
2022-01-06 20:16:27 આ ધારામાં વહેવું ઘણું આકરું છે,
કશું પણ ન કહેવું ઘણું આકરું છે.

બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર,
ખરેખર તો રહેવું ઘણું આકરું છે.

ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું,
અને એમાં તરવું ઘણું આકરું છે.

સમજમાં ન આવે એવી વાત પર પણ,
સમાધાન કરવું ઘણું આકરું છે.

બાંધીને પાટા બધા જેમ આંખે ,
ચાલ્યા જ કરવું ઘણું આકરું છે.

મળે નૈ મથામણ પછી તોડ એના,
વિચારોમાં રહેવું ઘણું આકરું છે.

માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં,
જીવતું ય રહેવું ઘણું આકરું છે.

– કૌશલ શેઠ
556 viewsH B Savani, 17:16
Open / Comment
2022-01-06 20:16:06 વારે ઘડીએ યાદ આવે છે મને,
હર ચોઘડીયે યાદ આવે છે મને,

પીડા સહન તો ક્યાં વિરહની થાય છે?
પાછા મળીયે યાદ આવે છે મને,

આઘે સુધી તો નીકળ્યા કૈ આપણે
પાછા વળિયે યાદ આવે છે મને,

કોઈ ભુલાતી યાદ વાગોળીને કૈ,
જીવન ઘડીએ યાદ આવે છે મને,

સાથે ચડયા તા પગથિયાં તો પ્રેમના,
પાછા ચડીયે યાદ આવે છે મને,

સમણા અધૂરાં કેટલા છે આપણા,
આ આંખડીયે યાદ આવે છે મને,

પીડા ઘણી દિલમાં હશે બેઉં તરફ
સાથે રડીયે યાદ આવે છે મને,
હિંમતસિંહ ઝાલા
524 viewsH B Savani, 17:16
Open / Comment
2022-01-06 20:15:16 *શ્વેતરંગ
લીલો પીળો વાદળી ત્રણ મુખ્ય રંગ કહેવાય,
શાંતિ અમનનું પ્રતીક સફેદ રંગ જગમાં પંકાય.

સફેદ રંગ વગર અધૂરા બધા રંગ કહેવાય,
શાંતિ અમનનું પ્રતીક સફેદ રંગ જગમાં પંકાય.

સાત રંગ મેઘ ધનુષમાં સફેદ રંગ સંતાય,
શાંતિ અમનનું પ્રતીક સફેદ રંગ જગમાં પંકાય.

ભૂરૂ નીલુ આકાશ સફેદ રુછાળી વડલીમાં શોભાય
શાંતિ અમનનું પ્રતીક સફેદ રંગ જગમાં પંકાય

સફેદ રંગે બગલા ભગત ચારામાં વગોવાય,
શાંતિ અમનનું પ્રતીક સફેદ રંગ જગમાં પંકાય.
યોગેશ વ્યાસ
502 viewsH B Savani, 17:15
Open / Comment
2022-01-06 20:14:01 કોઇ આબાંની કલમ જેવું જતન કરવું પડે છે
પ્રેમમાં હોવાપણું સૌને દફન કરવું પડે છે

ત્રાજવાની જાત લઇને આ જગતમાં હું ફરું છું
માનવીનાં ભાવનું પ્હેલા વજન કરવું પડે છે

ભાવ માળીનો હમેશાં રાખવાનો જીભ પર દોસ્ત
જાંઉ જ્યા જ્યાં લાગણીનું ત્યાં ચમન કરવું પડે છે

ઇશ્કના નામે લખે છે શાયરી લાખો અહીંયાં
મનના ભાવોનું બરોબર ત્યાં ગહન કરવું પડે છે

હોય નાં ઇચ્છા છતાં કોઈને જ્યા ગમવું પડે છે
હોય ગમ ભીતર છતા હસતું વદન કરવું પડે છે

જાત માગણની છે સધળી લાગણીઓની અહીયાં
પ્રેમના નામે અહીં સઘળું ખતમ કરવું પડે છે

કોણ જાણે છે જનાનાં ઓ હ્રદયમાં શું છુપાવે?
એની હર હરકતનું ચોક્કસ આકલન કરવું પડે છે

લાખ ઇચ્છા ને કરોડૉ કામના લઇને ફરે સૌ
જે નથી તકદીરમાં એનું મનન કરવું પડે છે

આ “મહોતરમાને” મળવા રૂબરૂં જઇ નાં શકું હું
શબ્દદેહે રોજં મળવાને કવન કરવું પડે છે
– નરેશ કે. ડૉડીયા
507 viewsH B Savani, 17:14
Open / Comment
2022-01-06 20:13:13 આગમન - ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.



આંખ પર કોની સવારી! આગમન તારું થયું.
પાનખર પણ થઈ ગુલાબી, આગમન તારું થયું.

ભીંત, બારી ને ઝરુખા સૌ હસે ઉન્માદમાં,
આંગણું લાગે રૂઆબી, આગમન તારું થયું

ઊતર્યું નભ રૂબરૂ જાણે, સવારે બારણે,
જો ફળી છે રાતપાળી, આગમન તારું થયુ!

રોજની મેં ઝંખનાઓને સતત ટાળી હતી,
પાંપણે પાછી સજાવી, આગમન તારું થયું!

વ્હેમના અંધાર ચીરી કોણ આવ્યું પાંપણે?
ઝળહળી છે આંખ મારી, આગમન તારું થયું!

ક્યાં સુધી રોકી શકો સોનેરી કિરણોને તમે?
રાત જેવી રાત થાકી, આગમન તારું થયું!

પ્રેમનાં ઈતિહાસને પાછો ઉજાગર લે કર્યો,
બસ, હ્રદયમાં આશ વાવી, આગમન તારું થયું!


અંજના ગાંધી "મૌનુ"
વડોદરા
(હાલ અમેરિકા)
506 viewsH B Savani, 17:13
Open / Comment
2022-01-06 20:12:39 વર્ષના અંતે...

તુલસી ક્યારે દિવો ન કરે,પણ,
ક્રિસમસ ટ્રી ઝાકમઝોળ, એ કેવું?

બેસતા વર્ષે તો માંડ પથારી છોડે
ન્યુ યર તો આખી રાત જાગે, એ કેવું?

વસંત પંચમી નુ કોઇ મૂલ્ય નહી !
વેલેન્ટાઈન ડે મા ગાંડા, એ કેવું?

નમસ્તે વંદન કોણ કરે છે હવે,
બસ હાય હલો ને હાઇ ફાઇ, એ કેવું?

માધ્યમ અંગ્રેજી હવે જરૂરી છે પણ,
માતૃભાષા ભૂલાતી જાય, એ કેવું?


આપણી સંસ્કૃતિ વિસરતા જાય
વિદેશી પાછળ ઘેલા થાય, એ કેવું?

અંગ્રેજો થી મેળવી હશે આઝાદી પણ,
અંગ્રેજી સંસ્કૃતિના ગુલામ થયા, એ કેવું?

હરેશ ભટ્ટ
504 viewsH B Savani, 17:12
Open / Comment