🔥 Burn Fat Fast. Discover How! 💪

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 4

2022-03-20 14:15:21 વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.
-દિલીપ મોદી
1.9K viewsH B Savani, 11:15
Open / Comment
2022-03-20 14:15:00 કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં
આવો તમે ઈદ અને આવો તમે રોજાં,
મકરંદ દવે
2.0K viewsH B Savani, 11:15
Open / Comment
2022-03-20 14:14:27 માંગી હતી મેં પણ દુઆ એ ના ફળી,
ચાહી હતી જે જિંદગી એ ના મળી,

તારા વિચારો તો રહે દિલમાં સદા,
પાંપણ તને જોયા વિના તો ના ઢળી,

હું ચાહતો કે બસ તને રોકી લઉં,
હું રાહમાં ઉભો છતાં તું ના વળી,

દિલમાં પ્રણય લઈને હું આવ્યો તો હતો,
નાખી હતી મેં જે નજર એ ના કળી,

છે કેટલી ચાહત તણી તૃષ્ણા જુઓ?
એ આગની ભીષણ ચિતામાં ના બળી,
હિંમતસિંહ ઝાલા
1.9K viewsH B Savani, 11:14
Open / Comment
2022-02-10 20:48:39 ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ
-----------++---------_-----------------

રચાના,હેતું,કાયૅરીતી, માળખું, રજીસ્ટ્રેશન-
--++----------+++------++-+-------++---
શૈક્ષણિક-સાંસ્કૃતિક મૂલ્યોના જતનની ચિંતા કરનાર, શિક્ષણ હિતેચ્છુ શ્રી તખુભાઈ સાંડસુર હાલની પરિસ્થિતિમાં શું કરી શકીએ ?? એ અંગેના વિચારોને કોઈ નક્કર કાર્ય પદ્ધતિનું સ્વરુપ આપવા ઈચ્છતા હતા.આ વાત એમણે" એકલવીર-શિક્ષક ભાવ વંદના"માં મૂકી.તા.2-3 ફેબ્રુઆરી એમ બે દિવસની ઓનલાઇન ચર્ચા પછી એ વિચારને મૂર્તિમંત કરવા આ પ્રકારે વિચારાયું.
**ભૂમિકા...શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક બાબતો અને મૂલ્યોના જતન અંગે નિષ્કર્ષ તારવી,કંઈક રચનાત્મક-સકારાત્મક કામની ખેવના.શિક્ષણ સુધારણાનો અભિગમ રાખી એક મંચ બનાવવું.જેના માધ્યમથી ઉદ્દેશ્યની પૂર્તિ માટે કાર્ય કરવું.
** નામકરણ..." ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ" નામ રાખવું.
** ઉદ્દેશ્યના હેતુઓ.
1.ગુજરાત ભરમાંથી સક્રિય,કર્મઠ,નાવિન્યતા માટે ઉત્સાહી,શિક્ષણમાં સમર્પિત શિક્ષકોને પ્રોત્સાહન આપવું.એમના કાર્યને જનસમાજ આગળ પ્રસ્તુત કરવું.એમના અનુભવોનો લાભ અન્યને મળે એ અંગે કાર્ય.
2.સાહિત્ય સંવર્ધન,નવોદિતોને તક-પ્રોત્સાહન પ્લેટફોર્મ આપવું.
3.શૈક્ષણિક-સહશૈક્ષણિક કાર્ય અને બદલાતા યુગ અનુસાર અભ્યાસક્રમની સમીક્ષા,સૂચન,કાર્ય પદ્ધતિનું સમાયોજન કરવું.
4.શિક્ષણને લગતા સકારાત્મક પ્રશ્નોની યોગ્ય સ્તર સુધી રજૂઆતો,નિરાકરણ માટેનું કાર્ય કરવું.
5.અભ્યાસક્રમ કે મૂલ્ય શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક બાબતોની ગોષ્ઠિ-ઓપ વર્ગ કે મિલન બેઠક ગોઠવવી.
6.શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક બાબતો ના વિચારોનું મંચ માધ્યમથી આયોજન કરવું.
7. શાળા-વિસ્તાર-ઝોનની વૈવિધ્યસભર બાબતો-શિક્ષણ પરંપરાઓને ઉજાગર કરવી.
** કાર્યક્ષેત્ર....જિલ્લા,ઝોન અને રાજ્ય કક્ષાના સંકલન થકી સમગ્ર ગુજરાત રાજ્ય.
*ફી- રજીસ્ટ્રેશન કે સભ્યપદ માટે કોઈ ફી નહીં હોય
*મિટીંગ-બેઠક -દરવર્ષે બે બૈઠકોનુ જે સંસ્થા ગુ.શૈ.સા.મંચને નિમંત્રિત કરવામાં આવે ત્યાં આવી બેઠકો યોજવાશે.
*આગામી પ્રથમ બેઠક બે મહિનામાં યોજવા આયોજન છે.
*સંચાલન માળખું-સંસ્થા કોઈ હોદ્દેદારો ની નિમણુક નહીં કરે પણ દરેક આયોજન માટે સમિતિઓ,સંયોજકો,ઝોન સંયોજકો, જિલ્લા સંયોજકો ની નિયુક્તિ તથા સંચાલન સમિતિ ૧૫ સભ્યોની નિમણુંક કરશે.આ વ્યવસ્થા સર્વાનુમતે કરવામાં આવશે કદી કોઈ ચુંટણી ને અવકાશ રહેશે નહીં.
*રજિસ્ટ્રેશન -આગામી સમયમાં ગુગલ ફોર્મ કે વેબસાઈટથી ઓનલાઇન રજીસ્ટ્રેશન હાથ ધરવામાં આવશે.
*સોસિયલ મીડિયા પ્રભારી- ફેસબુક કે અન્ય પ્લેટફોર્મ માટે કોઓર્ડિનેટ્સ નીમી સંસ્થાને વિસ્તારી તેની પ્રવૃત્તિઓ જનસામાન્ય સુધી પહોંચતી કરાશે.
*આચાર સંહિતા-
કોઇપણ ચુંટણીમાં આ મંચ ઝુકાવશે નહીં.પંરતુ અન્ય સંગઠનો સાથે કે વ્યક્તિગત રીતે કોઈ ચુંટણી સ્પધૉમાં ભાગ લે તો તેમાં મંચને કોઈ પણ હરકત નથી.યોજાતાં કાયૅક્મમા સૌ ભાગ લે તે ઈચ્છનીય રહેશે.
* વિશેષ ઉપક્રમ- દરેક બેઠકમાં એક શિક્ષણસમર્પિત મહાનુભાવને વિશેષ સન્માનિત કરાશે.તેની સંખ્યામાં વધારો ધટાડો સંચાલન સમિતિ કરશે.
* સભ્યો ..
કોઈ પણ વ્યક્તિ શિક્ષણ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સૌ કોઈ સભ્ય બની શકશે.

** સંયોજક...સૌની ઈચ્છા અને આગ્રહને માન આપી, એમના બહોળા અનુભવ,વિશાળ જનસંપર્ક-શિક્ષણ સંસ્થાઓ સાથેના સતત સંપર્કનાતે શ્રી તખુભાઈ સાંડસુરને સંયોજક તરીકે જવાબદારી પર નિયુક્ત થયાં.
**સહસંયોજક.શ્રી મહેશભાઈ ઠાકરને જવાબદારી પર નિયુક્ત થયાં.
** આ મંચને સ્વ.શ્રી આલાભાઈની પૂણ્યતિથિએ વિધિવત ઘોષણા કરવામાં આવી.
172 viewsH B Savani, 17:48
Open / Comment
2022-02-10 20:48:29 https://forms.gle/xpHNur64i7pHCM719
આપ સૌ ફરજિયાત આ લીંક શેર કરશો.. તમામ લોકોને તમામ ગૃપ માં
156 viewsH B Savani, 17:48
Open / Comment
2022-02-03 19:30:27 કંઈ ખાસ નથી કહેવું...!

બસ... એકવખત ચેનલ ની પોસ્ટ જોઈ આવો ..

તમને ગમશે એવી જ post મૂકું છું..

Morning સુવિચાર...
Morning mantra audio
Gujarati quotes
અને બસ...મોજ...

ગમે તો join કરજો...

Cross promotion available
બસ...૧૦૦૦+subscribers હોવા જોઈએ તમારી ચેનલ માં.

https://t.me/garv_thi_gujarati
706 viewsH B Savani, 16:30
Open / Comment
2022-01-19 17:10:45 કૃત્ય હિચકારું!

તપે કારણ વગર તો સૂર્યને અડબોથ ફટકારું,
કદી હિબકે ચડેલી સાંજની હું પીઠ પસવારું!

ભગાડીને નથી આણી અમે કૈં પૂર્ણિમા ઘરમાં
કરે જો ચંદ્ર ટેંટેં તો અદાલતમાં ન પડકારું!

બનાવી ના શક્યાં ઘર મોરનાં પીંછા વડે જોકે
અમે જોયું હતું ક્યારેક એવું સ્વપ્ન સહિયારું

પ્રથમ જોવું ઘટે કે આખરે સાવજ કરે છે શું,
મને એ ચાટવા આવે પછી શું કામ હડકારું?

નથી હું ગાઈ શકતો ગીત વાસંતી હવે એકલ,
કરે સંગાથ કોયલ તો યુગલગીતોય લલકારું!

મળી રે'શે મને હરરોજ આંસુ એકદમ તાજાં,
ક્હો તો પાંપણો એના વડે હું રોજ શણગારું

વગર મોતે મરી જાશે કદી બદબખ્ત ઇચ્છા,
થશે મારા જ હાથે કોક દી એ કૃત્ય હિચકારું
૦૦૦
કિશોર જિકાદરા..
256 viewsH B Savani, 14:10
Open / Comment
2022-01-19 17:09:50 ભૂલ મારી હતી...

ભૂલ મારી હતી ને ગેરસમજ કરી બેઠી,
સાજનનાં પારખાં લીધાં ને ગેરસમજ કરી બેઠી.

મધુરજની ના ઉજવી ને ગેરસમજ કરી બેઠી,
બારણે આવ્યો ને ધુત્કાર્યો; ગેરસમજ કરી બેઠી.

આચાર વિચાર પાળ્યો નહિ ને ગેરસમજ કરી બેઠી,
લગ્નવેદી પરના શબ્દો સ્વીકાર્યા નહિ ને ગેરસમજ કરી બેઠી.

ચાર ફેરા ફર્યા પછી ગાંઠ છૂટી ને ગેરસમજ કરી બેઠી,
જીવનપથની કેડી ભૂલી ને ગેરસમજ કરી બેઠી.

સાજનનાં શબ્દતીર ભોંકાયાં ને ગેરસમજ કરી બેઠી,
અંધારપટ છવાયો ને ગેરસમજ કરી બેઠી.


- પરથીભાઈ ચૌધરી,"રાજ"
255 viewsH B Savani, 14:09
Open / Comment
2022-01-19 17:09:11 જન્મારો... (રમલ છંદ)

રાતભર આંખો ભલે રડતી રહી..
ઓશિકામાં ચીસ સળવળતી રહી...

હું વિચારોના વમળમાં જે ચડ્યો..
ને હ્રદયની ઉર્મિ ટળવળતી રહી...

છૂટવા લાગી હવે ધબકાર પણ..
ને સવારી સૂર્યની ચડતી રહી...

જોતજોતામાં ભળી છે મેદની..
એક એકની આંખ છલકાતી રહી...

કર્મનો સાક્ષી થયો આગળ ભલો..
રામના નામે હવા વાતી રહી...

જીવનું છે શીવ સાથેનું મિલન..
પંચમહાભૂતે રખ્યા ભળતી રહી...

છૂટવા માંડી "જગત"ની મોહિની..
આગની જ્વાળા હવે ઠરતી રહી...Jn

જે. એન. પટેલ (જગત)
234 viewsH B Savani, 14:09
Open / Comment
2022-01-19 17:08:24 મહેફીલ ભરી બેઠો છું..
શબ્દથી શણગ।રેલી મહેફીલ ભરી બેઠો છું.
સ્વન। સંભ।રણ। ની ય।દ ભરી બેઠો છું.

મન ભટકે ત્ય।રે અક્ષર અજવ।ળે હું બેઠો છું.
ને શબ્દ તણો દરબ।ર ભરી હવે બેઠો છું.

અંધક।ર હટ।વવ। સ।ક્ષર અજવ।ળે સંગ।થે બેઠો છું.
શબ્દ સંગ।થે સ।હિત્ય જ્યોત જલ।વી બેઠો છું.

મ।નવ મ।નવન। વેર ભૂલવવા બેઠો છું.
ને શબ્દ સથવ।રે દીપ લઈને બેઠો છું.

અક્ષર દીપક જ્ઞ।ન પ્રક।શે સૌને જોવ। બેઠો છું.
'દિલકશ'સૌન।મનમં। પ્રકાશ કરવ। બેઠો છું.
*દિલીપ આચાર્ય"દિલકશ".
266 viewsH B Savani, 14:08
Open / Comment