Get Mystery Box with random crypto!

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages 3

2022-03-27 20:14:25 મનમેળ જેવું કાંઈ છે નહીં,
ને વેર જેવું કાંઈ છે નહીં,

પીધી સુરા કૈ પ્રેમથી હવે,
એ ઝેર જેવું કાંઈ છે નહીં,

મેં ઓળખી લીધા બધાય ને,
જો ગેર જેવું કાંઈ છે નહીં,

વૈધો હસ્ત ઉંચા કર્યા હવે,
જો ફેર જેવું કાંઈ છે નહીં,

જીવન છતાંયે જીવશું અમે,
છો લ્હેર જેવું કાંઈ છે નહીં,
હિંમતસિંહ ઝાલા
2.5K viewsH B Savani, 17:14
Open / Comment
2022-03-27 20:14:15 આખુ વર્ષ ભણી ગણી ને,
મનોમંથન કરો વિધાર્થીઓ,
મહેનત થકી આવે માર્કસ ,
આવ્યો અવસર પરીક્ષા નો.

હોલટિકિટ, પેન,પેન્સિલ ને
કેલ્કયુલેટર, કંપાસ લઇને
થાવ તૈયાર સૌ વિધાર્થીઓ,
આવ્યો અવસર પરીક્ષા નો.

પરીક્ષાખંડમા પ્રવેશ કરીને
નમન કરો વિદ્યા ના દેવીને,
આવડે જે તે લખો પહેલા
આવ્યો અવસર પરીક્ષા નો.

પરીક્ષા છે જીવન બોધપાઠ,
મળે જીત તો ગર્વ ન કરવો,
મળે હાર તો નિરાન ન થવુ,
આવ્યો અવસર પરીક્ષા નો.

રાખો આત્મવિશ્વાસ પ્રબળ,
તો દરેક પેપર જાય સરળ ,
સ્વપ્ન પણ થશે સર્વ પુરાં,
આવ્યો અવસર પરીક્ષા નો.

ન જાય સમય તમારો વિફલ,
દરેક ક્ષણ પણ છે અનમોલ,
કહે દિનકર શુભેચ્છા સહ,
આવ્યો અવસર પરીક્ષા નો.


વ્યાસ દિનેશ-દિનકર
2.5K viewsH B Savani, 17:14
Open / Comment
2022-03-27 20:13:09 ભણેલા ગણેલાનો પ્રસંગ યાદગાર છે
આજનું અડધું ભારત બેરોજગાર છે

સમસ્યાઓ આજેય જયાંની ત્યાંજ છે(2)
હા ભાઈ હા આ આજના નેતાઓનું રાજ છે

મોંઘવારી ગરીબના માથે લાગેલ અભિશાપ છે
ખબર નથી ભાઈ ગરીબનુ કયા જન્મનું પાપ છે

કોઈ વિદેશથી પાણી મંગાવી રોજ પીવે છે
પુછો તો મધ્યમવર્ગ આજે કેમનો જીવે છે

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ આજ રડાવે છે
જાણી જોઈ ગોડાઉનમાં માલ સડાવે છે.આજનું.....

ખેતી કરતો ખેડુત ફાંસીએ લટકી જાય છે
ઘરસંસાર ખેડુનો અડધે અટકી જાય છે

ગરીબોની કસ્તુરી ડુંગરી થાળીમાં વિસરાય છે
ગરીબોના મુખમાં પહોંચ્યા વગર સડી જાય છે

ભણેલા ગણેલાનો પ્રસંગ યાદગાર છે
આજનું અડધું ભારત બેરોજગાર છે

નથી કોઈને શાંતિ ચોતરફ હાહાકાર છે
દેશ આજે મારો ઉંડે દરિયે મઝધાર છે

સરલ કરે વિનંતી મહાદેવ એક જ મદદગાર છે
આજનું અડધું ભારત બેરોજગાર છે
સ ર લ રાઠોડ
સતપાલસિંહજી રણજીતસિંહજી લક્ષ્મણસિંહજી રાઠોડ
ગામ પઢારીયા તા જી મહેસાણા
2.0K viewsH B Savani, 17:13
Open / Comment
2022-03-27 20:12:49 શીર્ષક: લખાયું

અર્થ વિનાનું એક પાનું લખાયું,
જીવતરમા એ તો ખોટું લખાયું.

વસવસો છે ભારી પણ થાય શું?
આંસુ એક નયનમાં મોટું લખાયું.

ભાંગી પડે પાર્થ જેવો પણ સમયે,
કુરુક્ષેત્ર સમાન એક ટાણું લખાયું.

ઘાવો રુઝાતાં નથી ભૂતકાળ તણાં,
માટે જ રુડાં હાલમાં કાણું લખાયું.

અઢળક પસ્તાવો હૈયે ઉભરે કાયમ,
છતાં સામે ખરડાયેલું વાણું લખાયું.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "

રાણપર
1.8K viewsH B Savani, 17:12
Open / Comment
2022-03-27 20:12:21 નખરાં નવાં નવેલા જાણો છો
કરીને વાયદો સમય માંગો છો
ને હાલત જો પૂછી પ્રેમથી તમે
દરદ આ મીઠું પળમાં આપો છો.

નિલેશ બગથરિયા...નીલ
1.7K viewsH B Savani, 17:12
Open / Comment
2022-03-27 20:11:57 *આત્મવિશ્વાસ કેળવો*


માધવ ખૂબ જ સારું ક્રિકેટ રમતો હતો. પ્રાથમિક શાળામાં અને હાઇસ્કૂલમાં તેને કેપ્ટન બનાવવામાં આવતો. મોટાભાગે તેની ટીમ જ વિજેતા બનતી. તે ઘણું સારું બેટિંગ કરી શકતો હતો.

આમ ને આમ તે કોલેજમાં આવ્યો. કોલેજમાં તેને કેપ્ટન બનાવવામાં ન આવ્યો પણ એક બેટ્સમેન તરીકે તેમની પસંદગી અવશ્ય થઈ.

તેને કેપ્ટન ન બનાવતા તે નિરાશ થયો. થોડા સમય પછી આંતરકોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય.

આ ટુર્નામેન્ટમાં કુલ દસ કોલેજે ભાગ લીધો. તેમાં સરસ્વતી કોલેજનો દેવ બોલિંગમાં ખૂબ જ વખણાતો. તે ૧૪૦ની ઝડપે બોલ ફેંકી શકતો.

માધવે પણ દેવના વખાણ સાંભળ્યા હતા. માધવના મનમાં બીક પેસી ગઈ કે, જો તે દેવ સામે સરખું પ્રદર્શન ન કરી શકશે તો ટીમમાંથી બેટ્સમેન તરીકે પણ તેની હકાલપટ્ટી થઇ જશે.

કેપ્ટન બનવા તો ન મળ્યું પણ, બેટ્સમેન તરીકે નિષ્ફળ જશે તો? તે સતત ટેન્શનમાં રહેવા લાગ્યો.

પહેલા ત્રણ મેચમાં તે ડબલ અંકે પણ પહોંચી ન શક્યો. દેવ સામે તો તે પહેલા બોલમાં જ ક્લીન બોલ્ડ થઇ ગયો.

તે હવે સાવ હતાશ થઈ ગયો. ક્રિકેટમાં પોતે કશું ઉકાળી શકશે નહીં એવું એના મનમાં ઠસાઈ ગયું.

માધવના કોચ હર્ષદભાઈથી આ વાત અછાની ન રહી. તે જાણતા જ હતા કે, માધવ સારો બેટ્સમેન છે. એનામાં ભરપૂર કાબિલિયત છે, પણ અત્યારે એ સારું પ્રદર્શન નથી કરી રહ્યો. તેણે આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. મારે ફક્ત તેનામાં આત્મવિશ્વાસ જગાડવાનો છે.

જેમ બને તેમ જલ્દી મારે તેનામાં આત્મવિશ્વાસ ઊભો કરવો પડશે.

રાત્રે કોચ હર્ષદભાઈએ માધવને બોલાવ્યો. આવતાંવેંત જ માધવની આંખમાંથી અશ્રુ સરી પડ્યા.

હર્ષદભાઈએ તેને પાણી આપ્યું અને ખુરશી પર બેસવા કહ્યું.

હર્ષદભાઈ તેની સામે ઊભા રહ્યા. માધવ તેમની સામે નજર મિલાવી ન શક્યો.

માધવે નીચું માથું રાખી કહ્યું કે, "હું હવે ક્રિકેટમાં કશું ઉકાળી શકું તેમ નથી. આ ટુર્નામેન્ટ પૂરી થાય પછી હું ક્યારેય ક્રિકેટ રમીશ નહીં."

હર્ષદભાઈ કહ્યું કે, "તારામાં ખૂબ જ કાબિલિયત છે. ક્રિકેટ રમવામાં તું હોશિયાર જ છે. તું એક સફળ બેટ્સમેન થઈશ જ. તેમાં બે મત નથી. તારામાં ફક્ત એક આત્મવિશ્વાસની કમી છે. તું નાની નાની બાબતમાં આત્મવિશ્વાસ ગુમાવી દે છે, તે તારું નબળું પાસું છે."

" તું એકાગ્ર બન. કોઈની કોમેન્ટથી તારુ ધ્યાનભંગ ન થવા દે. વિકેટકીપર ગમે તે બોલે પણ તારે ધ્યાનમાં લેવું જ નહીં. અર્જુનને જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી તેમ તારે ફક્ત બોલ ઉપર જ નજર રાખવી."

"દરરોજ યોગ પણ કરવા. કોઈનું કશું સાંભળવું જ નહીં. તે દેડકાની વાર્તા સાંભળી જ હશે! પહાડ પર ચઢવામાં એક જ દેડકો સફળ થયો. કારણ કે તે બહેરો હતો. બીજા દેડકા કોઈ પહાડ ચડી ન શક્યા. કારણ કે બીજા દેડકા કહેતા હતા કે, ખૂબ જોખમ છે. બહેરો દેડકો સાંભળી જ નહોતો શકતો. આથી તે પહાડ ચડી શક્યો."

" સચિનને પણ તેની ઊંચાઇ બાબતે ઘણી કોમેન્ટ કરતાં. પણ તે બેટથી જ તેનો જવાબ આપતો. સચિને ક્યારેય મન પર તેની ઊંચાઇ ને હાવી થવા દીધી ન હતી."

"અબ્રાહિમ લિંકન ને પણ ઘણી નિષ્ફળતા મળી હતી. છતાં તે ક્યારેય નિરાશ થયા ન હતા. સતત તે હારને પચાવતા રહ્યા. અંતે તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનાવવામાં સફળ રહ્યા."

"તું તો ફક્ત આ ટુર્નામેન્ટમાં ત્રણ ચાર મેચમાં જ નિષ્ફળ ગયો છે સારા સારા બેટ્સમેન પણ ઘણી વખત નિષ્ફળ જાય છે. પણ તે નિષ્ફળતાને પચાવી જાણે છે, અને તે પાછા સફળ થાય છે."

" હવે તું આત્મવિશ્વાસ કેળવ. તારામાં શક્તિ તો છે જ. ફક્ત મન એકાગ્ર રાખીશ તો કશું અશક્ય નથી."

હર્ષદભાઈની વાતથી માધવમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો. તેનામાં આત્મવિશ્વાસ આવી ગયો. તેને સમજાયું કે થોડીક મેચમાં નિષ્ફળ જઈએ તો તે હંમેશાંની નિષ્ફળતા હોતી નથી.

હવે હું મારી એકાગ્રતા ભંગ થવા દઇશ નહીં. ઝીરોમાં આઉટ થઈશ તો પણ મન પર લઈશ નહીં. પણ કેવી રીતે આઉટ થયો તેનું કારણ શોધીને તે પ્રમાણે ભરપૂર પ્રેકટીશ કરીશ. તે સાવ હળવોફૂલ થઈ ગયો.

બીજા દિવસની મેચમાં તેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. તેણે પંચાવન રન કર્યા. ઉત્તરોત્તર તેનું પ્રદર્શન સુધરતું જ રહ્યું. તે ક્યારેક શૂન્યમાં આઉટ થતો તો પણ મન ઉપર લેતો નહીં.

તેને સમજાયું કે "આત્મવિશ્વાસ કેળવવાથી કોઈ કામ અશક્ય નથી."

*પ્રકાશ કુબાવત*
1.8K viewsH B Savani, 17:11
Open / Comment
2022-03-27 20:11:25 શોટ ઓકે,one, two, three, શરૂ.
અને રંગમંચનો પડદો ખુલે છે.

તમે કહેશો તેમ હું રડીશ.
તમે કહેશો તેમ હું હસીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

તમને રડાવીશ,તમને હસાવીશ.
તમને ખિલાવીશ,તમને મનાવીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

હું મારી જાતને બદલીશ.
હું મારી વાતને કહી દઈશ.
હું જિંદગીના દાવ ખેલીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

મારા ચહેરાને સંતાડી દઉં.
નવો નવો મુખવટો ધરી લઉં.
બહુ જાજું ન માથું હું મારીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

રંગમંચ પર આ પ્રથમ પ્રહસન.
બેસું હું અભિનયને સિંહાસન.
તાળીઓથી હોલ ગુંજાવીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

ઢળી પણ પડું શ્વાસ બંધ કરી.
બીડાય જાવ આંખો અંધ કરી.
વાસ્તવિકતા જીવી હું જાણીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

તખ્તાનો કલાકાર,નથી આસાન.
અભિનય થી નથી એમ સાકાર.
જીવન તખ્તે પાથરી હું માણીશ.
તમે કહેશો તેમ હું કરીશ.

છેલ્લે હકથી કહીશ તાળી પાડો.
અભિનયે ઓજસ પાથરી જાણો.
એક વાત જતા જતા કહી દઈશ.
તમે કહેશો તેમ હું કરીશ.

જીવન એક રંગમંચ,દોસ્તો..!
બદલાય છે રંગ ઢંગ,દોસ્તો..!
આપણે નથી બદલાતા, દોસ્તો,
બદલે છે માત્ર આપણી ઈચ્છાઓ.

ભૂષિત શુકલ.
1.7K viewsH B Savani, 17:11
Open / Comment
2022-03-20 14:17:20 સાદગીને માણવા સૌથી હું પ્હેલો હોઉ છું
કોઇની આંખોમાં ચડવાં સૌથી છેલ્લો હોઉ છું

આ ફકીરી જાત સાથે જ્યારથી વળગી મને
રંગ રોનકથી સદા આધે સરેલો હોંઉ છું

હું દિવસ આખો હમેશાં ખુદથી અગળો હોંઉ છું
સાંજના કોઇની યાદોમાં ખૂપેલો હોંઉ છું

પ્યાર નામે રોજ મંતર એ નવા ભણતી હતી
સાવ સાદો માનવી છું તોય ઘેલો હોંઉ છું

પોયણીની જાત જેવી છે ધવલસી નાર એ
ને અનોખો લાગવાં માટે હું મેલો હોંઉ છું

એ બરફની જેમ ઓગળતી નથી ક્યારેય પણ
આગ જેવો હું સતત એને અડેલો હોંઉ છું

જ્યાં મુસાફર આવતા જાતા હતાં એ સ્થાન પર
મીલના પત્થર સમો કાયમ ઉભેલો હોઉં છું

સ્મિત કાયમ રાખવાનું એ નથી મળતી છતા
ઝાંકશો અંદરતો હું દુખમાં ડુબેલો હોંઉ છું

એ મહોતરમાંનાં દિલની વાવમાં નાખો નજર
એક શીલા-લેખ રૂપે કોતરેલો હોંઉ છું
-નરેશ કે.ડૉડીયા
2.5K viewsH B Savani, 11:17
Open / Comment
2022-03-20 14:16:37 શીર્ષક: લખાયું

અર્થ વિનાનું એક પાનું લખાયું,
જીવતરમા એ તો ખોટું લખાયું.

વસવસો છે ભારી પણ થાય શું?
આંસુ એક નયનમાં મોટું લખાયું.

ભાંગી પડે પાર્થ જેવો પણ સમયે,
કુરુક્ષેત્ર સમાન એક ટાણું લખાયું.

ઘાવો રુઝાતાં નથી ભૂતકાળ તણાં,
માટે જ રુડાં હાલમાં કાણું લખાયું.

અઢળક પસ્તાવો હૈયે ઉભરે કાયમ,
છતાં સામે ખરડાયેલું વાણું લખાયું.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "

રાણપર
2.2K viewsH B Savani, 11:16
Open / Comment
2022-03-20 14:16:18 ચકલી- ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.રમલ છંદ


દૂર કુદરતથી થયા છે એ હદે સૌ આપણે,
ક્યાં હવે તો ચીં ચીંનો કલશોર સાંભળવા મળે.

વૃક્ષ નો જ્યાં નાશ માનવજાત કરતો,ને ચકી,
ઘર બિચારી ડાળપર એ શોધતી લાગે પણે.

એક ચકલીને ચકાની સાંભળી 'તી મેં કદીક,
એ કથાઓ આજ સૌએ સાંભરે રોજે મને!

આપણે તો જાત ચકલીની જરા ભાળી રહ્યાં,
આવતાં યુગમાં થશે સંભારણા,કહી દઉં હવે!

ના હવે માળા રહ્યા ને ક્યાં હવે ચકલી રહી,
વૃક્ષ પણ ચકલી વગર તો યાદમાં રોતું હશે!

અંજના ગાંધી " મૌનુ"
વડોદરા
2.0K viewsH B Savani, 11:16
Open / Comment