Get Mystery Box with random crypto!

ઇસ્લામ / اسلام

Logo of telegram channel islamgujurd — ઇસ્લામ / اسلام
Logo of telegram channel islamgujurd — ઇસ્લામ / اسلام
Channel address: @islamgujurd
Categories: Uncategorized
Language: English
Subscribers: 17
Description from channel

Islamic information .. pls open link and click join

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 2

2015-12-27 15:34:56 ચાર ખતરનાક કામો
કાફિરોના ચાર કામોને અલ્લાહ તઆલાએ કુફ્ર કરતાં પણ વધારે ખતરનાક કહયા છે. હજના મહીનાઓમાં... (૧) લોકોને અલ્લાહની રાહથી રોકવા. (ર) અલ્લાહ તઆલા સાથે કુફ્ર કરવું . (૩) મસ્િજદે હરામમાં આવવાથી લોકોને રોકવા. (૪) હરમ શરીફમાં રહેનારા લોકોને ત્યાંથી બહાર કાઢવા. (બકરહ : ર૧૭)
હઝ. ઇબ્રાહીમ અ.ની ચાર ખૂબીઓ
(૧) તેઓ યહૂદી ન હતા.(ર) તેઓ નસરાની ન હતા. (૩) તેઓ એકતરફી પાકા મુસલમાન જ હતા. (૪) તેઓ મુશરિક પણ ન હતા. (આલે ઇમ્રાન : ૬૭)
173 views12:34
Open / Comment
2015-12-25 08:23:40 જીવનની આધાર શિલા

યુનિવર્સિટીના એક પ્રોફ્રેસર વિદ્યાર્થીઓને સમયની કિંમત અને વર્ક મેનેજમેન્ટના વિષય ઉપર લેકચર આપવા વર્ગમાં આવ્યા, આજે વિદ્યાર્થીઓ સમક્ષા તેઓ એક જીવંત ઉદાહરણ દ્વારા એમની વાત સમજાવવાના હતા.
વર્ગ ખંડમાં તેઓ એક ડોલ લઈને આવ્યા અને ટેબલ ઉપર મૂકી દીધી. પછી મોટા - મોટા પથરાઓ લાવીને સાવચેતીથી એક પછી એક ડોલમાં ગોઠવી દીધા, ડોલ પથરાઓથી ભરાય ગઈ તો વિદ્યાર્થીઓને પૂછયુ, શું આ ડોલ ભરેલી છે ?
અમુક વિદ્યાર્થીઓએ  હકારમાં ઉત્તર આપ્યો,
ચોક્કસ ? શિક્ષકે પૂછયું,
શિક્ષકે ત્યાર પછી નાના કાંકરાઓથી ભરેલી એક થેલી ટેબલમાંથી કાઢી અને કાંકરીઓ ડોલમાં ઠાલવી દીધી, પથરાઓ વચ્ચેની ખાલી જગ્યાઓમાં કાંકરીઓ સમાય ગઈ. હવે પ્રોફ્રેસરે ફરીથી પૂછયું :
શું આ ડોલ ભરાય ગઈ હશે ?
એક વિદ્યાર્થીએ ઉત્તર આપ્યો કે,
'કદાચ નહી' પ્રોફ્રેસરે વિદ્યાર્થીના ઉત્તરની પ્રસંશા કરી અને પછી રેતી ભરેલી થેલી લાવીને ડોલમાં ઠાલવી દીધી, હવે પથરાઓ અને કાંકારીઓ વચ્ચેની બધી  જગ્યા ભરાઈ ગઈ.
પ્રોફ્રેસરે ત્રીજીવાર પૂછયું કે બોલો, ડોલ હવે ભરેલી છે કે નહિં ?
સઘળા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે 'નહીં,'
એટલે પ્રોફ્રેસરે છેલ્લે પાણી ભરેલો ગ્લાસ ડોલમાં ઠાલવ્યો,
અને પૂછયું :  આ અનુભવ - પ્રયોગથી તમને શું શીખવા મળ્યું ?
એક વિદ્યાર્થીએ આત્મવિશ્વાસભર્યો ઉત્તર આપ્યો કે,
માણસની કાર્યસૂચિ વિવિધ કામોથી ભરેલી હોય, છતાં એ પ્રયત્ન કરે તો એનાથી ઘણા વધારે કાર્યો કરી શકે છે. પ્રોફ્રેસરે કહયું કે, સાચી વાત, પણ.....
મહત્વની વાત એ શીખવા મળી છે કે, જો પ્રથમ મોટા પથરાઓ મૂકવામાં ન આવત તો પાછળથી એને મૂકવા શકય ન હતા.
માણસના જીવનમાં આ પથરાઓ એટલે જીવનમાં એણે નક્કી કરેલ ધ્યેયો, ઉદાહરણ તરીકે શિક્ષણ, સંસ્કાર,  સંસાર, કોઈની સહાય વગેરે.....
-  બસ યાદ રાખો કે સૌ પ્રથમ મોટા પથરા મૂકવાના છે,
- દરરોજ રાત્રે સૂતી વેળા કે સવારે ઉઠીને જીવનની ઇમારતના એ પથરાઓ યાદ રાખજો, અને મૂકવાનું ભૂલશો નહી.            .......
158 views05:23
Open / Comment
2015-12-20 12:24:30 પ્રસિદ્ઘ ઇતિહાસકાર ઇબ્ને ઇસ્હાક રહ. ઇમામ અબૂહનીફહ રહ.થી ખુશ ન હતા. એક દિવસ ઇબ્ને ઇસ્હાક અને ઇમામ સાહેબ બન્ને ખલીફા મન્સૂર પાસે ભેગા થઈ ગયા. ઇબ્ને ઇસ્હાકે લાગ જોઈને કહયું કે, અમીરુલ મુઅમિનીન ¦ આ માણસ એક મસ્અલો એવો વર્ણવે છે કે માણસ કસમ ખાવાની સાથે છેલ્લે 'ઇન્શ્ાાઅલ્લાહ' બોલી દે તો એ કસમ રદબાતલ ગણાય એટલે કે પછી કસમ મુજબ કામ ન કરે (કસમ તોડી દે) તો પણ કોઈ વાંધો નહી. અને જો થોડીવાર પછી ઇન્શાઅલ્લાહ બોલે તો પછી કસમ લાગુ પડી જાય અને કસમ તોડે તો ગુનો થશે. આ મસ્અલહમાં હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. એમ કહે છે કે કસમ ખાયને થોડી કે વધુ વાર પછી પણ કોઈ માણસ ઇન્શાઅલ્લાહ બોલી દે તો કસમ રદબાતલ થઈ જાય અને પછી કસમ વિરુદ્ઘ કામ કરે તો કોઈ વાંધો નહી. ઇબ્ને અબ્બાસ બાદશાહ સલામતના કોટુંબિક વડવા અને પૂર્વજ છે અને આ માણસ (અબૂહનીફહ) આ મસ્અલહમાં કહે છે ઇબ્ને અબ્બાસની વાત ભૂલભરેલી છે. ઇબ્ને ઇસ્હાકની નિયત આવી રીતે ખલીફાને આવી રીતે ઇમામ સાહેબથી નારાજ કરવાની હતી.
ઇમામ સાહેબે શાંતચિત્તે અરજ કરી કે જો હઝરત ઇબ્ને અબ્બાસ રદિ.ની વાત જ બરાબર હોય તો પછી તમારી ફોજ અને સઘળા અધિકારીઓ કે ચાકરો તમારી તાબેદારી અને વફાદારીમાંથી નીકળી જશે. કેમ કે તેઓ તમારી સામે વફાદારી અને ફરજનિષ્ઠાથી કસમ ખાશે અને શપઠ લેશે અને પછી બહાર જઈને એમને ફાવશે એ મુજબ એકવાર ઇન્શાઅલ્લાહ બોલી દેશે, એટલે પછી શપઠ અને કસમ એમને લાગુ પડશે નહી અને તેઓ કસમ મુજબ તમારી વફાદારી કરવા બંધાયેલા પણ ન રહેશે. જરા ઇબ્ને ઇસ્હકાને પૂછો કે આવી રીતે તેઓ કયાંક ફોજ અને અધિકારીઓને તમારી તાબેદારીમાંથી નીકળવાનો રસ્તો તો નથી બતાવી રહયા ? ખલીફા આ જવાબ સાંભળીને ઇમામ સાહેબની ચતુરાઈ ઉપર ખુશ થઈ ગયો અને આપ રહ. માન સન્માન સાથે દરબારમાંથી ઘરે પરત આવ્યા.
146 views09:24
Open / Comment
2015-12-19 17:36:52 કુર્આનમાં એક સ્‍‍થળે અલ્‍લાહ તઆલા તેના શ્રેષ્‍ઠ બંદાઓનું વર્ણન આ શબ્‍દોમાં કરે છે,
અલ્‍લાહના બંદા ધરતી પર હળવેથી હરે ફરે છે,
અજ્ઞાનીઓ એમનાથી બાખડવાનો પ્રયત્‍ન કરે છે તો શાંતિની વાત કરે છે.
રાત્રે અલ્‍લાહ સમક્ષ ઉભા રહે છે કે સજદો કરે છે, (એટલે કે રાત્રિ ઈબાદત આરાધનામાં પસાર કરે છે.)
તેઓ અલ્‍લાહથી દુઆ કરતા રહે છે કે અમને જહન્‍નમ – નર્કના અઝાબ - શિક્ષાથી રક્ષણ આપો.
તેઓ ખર્ચમાં મધ્‍યમ રાહ અપનાવે છે,
અલ્‍લાહ સાથે અન્‍ય કોઇને માબૂદ – પૂજ્ય નથી ગણતા.
અલ્‍લાહે મનાઇ ફરમાવેલ કોઇ પણ માણસને કતલ નથી કરતા, હા કોઇ ગુનાની સઝામાં જુદી વાત છે.
તેઓ વ્‍યાભિચાર નથી કરતા.
જેઓ આવા ( કતલ – વ્‍યાભિચાર વગેરે ગુનાના) કાર્યો કરે છે , તેમને ગુનો (અને તેની શિક્ષા) લાગુ પડશે.
તેઓ જુઠી ગવાહી નથી આપતા.
ગેરઉપયોગી બાબતો સજ્જનતાથી ટાળી દે છે.
તેઓ પ્રાથના – દુઆ કરે છે કે હે અલ્‍લાહ ! અમને અમારી પત્નિઓ અને બાળકોમાં આંખોની ટાઢક આપો, અને સજ્જન માણસોમાં ઉચું સ્‍થાન અર્પો.
આવા લોકોને અલ્‍લાહ તરફથી સ્‍વર્ગનું સુંદર સ્‍થાન આપવામાં આવશે.
સૂરએ ફુરકાન – ૬૩
123 views14:36
Open / Comment
2015-12-19 17:35:34 મારી પ્‍યારી સોની નોટ
રાજદુલારી સોની નોટ
જગથી ન્‍યારી સોની નોટ
સૌથી સારી સોની નોટ
અમૃત ક્યારી સોની નોટ
સ્‍વર્ગની બારી સોની નોટ

કેવી અંગે અંગે શોભે
લીલુડી શી રંગે શોભે
લટકાળી શી ઉમંગે શોભે
જાણે વીજ વિહંગે શોભે
લાડકડી શી ઢંગે શોભે
મુજ સમ સહચર સંગે શોભે

ટંકશાળ પિયર છે તારું
સાસરિયું નિયર છે તારું
ઉન્‍નત સ્‍થાન ડીયર છે
તારું માન ઘણું છે હીયર
તારું કેવું દિલ કિલયર છે
તારું હરદમ શુભ ઇયર છે તારું
‘ બેકાર ‘ ઉપનામ ધરાવતા ખાનપૂર જિલ્‍લા ભરૂચના અને રાંદેર , સુરતમાં વસી ગયેલા સ્‍વર્ગર્થ કવિની એક રચના,
118 views14:35
Open / Comment
2015-12-18 20:21:09 કુરઆન મજીદની વર્તમાન તરતીબ અને ક્રમ એ આસમાની છે, એટલે કે અલ્લાહ તઆલાએ નક્કી ફરમાવેલ છે. અલ્લાહ તઆલા પાસે લવ્હે મહફૂઝમાં કુરઆન સંપૂર્ણ પણે મહફૂઝ છે. એમાંથી જરૂરત મુજબની આયતો અને આદેશો જે તે સમયે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઉતારવામાં આવી. જયારે કોઈ સૂરત કે આયત ઉતરતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હઝરત જિબ્રઇલ અલૈ.ના માર્ગદર્શન મુજબ સહાબાને એ સૂરત અને આયતનું સ્થાન અને ક્રમ બતાવી દેતા હતા.
ખુલાસો એ કે કુરઆન શરીફ નાઝિલ થતી વેળા આ તરતીબ ન હતી, અલબત્ત એ પહેલાં લવ્હે મહફૂઝની અને વર્તમાનની તરતીબ પહેલેથી જ આ મુજબ હતી.
101 views17:21
Open / Comment
2015-12-17 07:42:38 વેજિટેરિયન ડાયટ પણ પર્યાવરણ માટે હાનિકારક છે
નવી દિલ્‍હી તા. ૧૬ :.. અત્‍યાર સુધી એવું મનાતુ આવ્‍યું છે કે નોન-વેજ ફુડને કારણે પર્યાવરણને જોખમ ઊભું થાય છે, પણ યુનાઇટેડ નેશન્‍સની પેરિસ કલાઇમેટ ચેન્‍જ કોન્‍ફરન્‍સમાં રજૂ થયેલા એક અભ્‍યાસ મુજબ વેજીટેરિયન ડાયટ પણ પર્યાવરણ માટે જોખમી હોવાની રજૂઆત થઇ છે અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે મીટ ખાવા કરતાં લેટસ અથવા તો અન્‍ય કોઇ પણ લીલી ભાજી ખાવાથી ત્રણગણા ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે. રિસર્ચરોનું કહેવું છે કે વેજિટેરિયન ફુડ પ્રોડકટસ ઓછી કેલરીવાળા હોય છે અને શરીરને જરૂરી જેટલી કેલરી મેળવવા માટે વધુ ખાવું પડે છે. એટલી કેલરીનો ખોરાક ઉગાડવા માટે જે રિસોર્સિસ વપરાય છે એ પણ પર્યાવરણ પર અસર તો કરે જ છે. ખોરાક ઉગાડવો, પ્રોસેસિંગ કરવો, ટ્રાન્‍સપોર્ટ કરવો. હાઉસહોલ્‍ડ સ્‍ટોરેજ અને એમ અનેક પ્રક્રિયાઓમાં એનર્જી, પાણીનો વ્‍યય થાય છે અને ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે.http://www.akilanews.com/16122015/international-news/1450242257-10416
149 views04:42
Open / Comment
2015-12-17 07:33:47 ...... કાયદો અને કુર્આન .....
પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્રંથ અલ્‍લાહ તઆલાએ લોકોને સીધી રીતે નથી આપ્‍યો, કે લ્‍યો વાંચો, સમજો અને સમજીને અમલ કરો, બલકે પ્રથમ એક માનવ સંસ્‍કારોથી સંપૂર્ણ, સદાચારી, સજ્જન અને નિર્મળ માણસને અલ્‍લાહના નબી તરીકે સ્‍થાપવામાં આવે છે, લોકો સમક્ષ એને અલ્‍લાહના નબી, પયગંબર અને અલ્‍લાહના આદેશો, કુર્આનના સાચા અર્થ અને આદેશોના અમલીકરણનો નમૂનો હોવાનું લોકોને મનાવવામાં આવે છે. પછી આ નબી-રસૂલ અલ્‍લાહના કે કુર્આનના આદેશો અલ્‍લાહના હુકમ અનુસાર લોકોને સંભળાવે છે, સમજાવે છે, અને નમૂનો પૂરો પાડે છે, આમ થવાથી લોકોને એ પણ સમજમાં આવે છે કે અલ્‍લાહના આદેશો પર અમલ કરવો માનવીઓ માટે શકય છે.
વર્તમાન સમયની બલિહારી આ છે કે કાનૂન બનાવનાર મંડળો, પાર્લામેન્‍ટો, ગૃહો, બેન્‍ચો, અને અન્‍ય બધા.... કાનૂન બનાવી પોતે તેનો અમલી નમૂનો રજૂ નથી કરી શકતા, માટે લોકોના મનમાં એ કાનૂનનું મહત્‍વ બેસતું નથી, તેઓ જુએ છે કે કાનૂન બનાવાના સ્‍વંય એના ઉપર અમલ નથી કરતો એનો મતલબ એ છે કે આ કાયદો કંઇ અમારા ભલા માટે નહી, બલકે કાયદો બનાવનારે એના સ્‍વાર્થ માટે જ બનાવ્‍યો છે.
93 views04:33
Open / Comment
2015-12-17 07:30:24 સૂફીવાદ શું છે ?
»> મુળમાં તો સુફીવાદ એટલે સંસારની મોહજાળને બાજુ ઉપર મૂકીને ઇબાદત - પ્રાથનામાં વધારે ધ્યાન આપવું. ઇસ્લામમાં મુળ રીતે સંસાર ત્યાગનું કોઈ મહત્વ નથી. અલબત્ત આમ છતાં કોઈ માણસ સંસાર તજીને ફકત અલ્લાહની ઇબાદતમાં લાગી જાય તો એની મનાઈ પણ નથી. આવા લોકોને પહેલાં 'સૂફી' કહેવામાં આવતા હતા. આજકાલ 'સૂફીવાદ' નો મતલબ એ ઠસાવવામાં આવે છે કે બધા ધર્મો સરખા છે અને એમાં કોઈ તફાવત નથી, એ ખોટું છે. મુસલમાન મંદિરમાં જાય અને હિંદુ મસ્જિદમાં આવે, એ સરખું છે, એવું આજના સૂફીવાદમાં કહેવામાં આવે છે. જે વાસ્તવિક રીતે ખોટું છે. ઇસ્લામની તાલીમ પ્રમાણે હિંદુ અને મુસલમાન અલગ છે. અલબત્ત માનવી હોવામાં અને માનવીય સન્માન અને અધિકારોમાં ઇસ્લામની દષ્ટિએ બધા જ સરખા છે. જયારે દરેક ધર્મમાં આટલી લચક અને ફલેકસીબિલીટી છે તો પછી બધા ધર્મોને ભેગા કરીને ધાર્મિક સિદ્ઘાંતોનો કચ્ચરઘાણ વાળવાની શી જરૂરત છે ?
87 views04:30
Open / Comment
2015-12-15 12:34:52 ઇસ્લામ ફકત આતંક જ નહિ, ચોરી, દારૂ, સટ્ટો, જુગાર, વ્યાજ, વ્યભિચાર, ખૂન, લૂટમાર અને પૃથ્વીપટ પર શાંતિને ડહોળતી દરેક પ્રવૃત્તિને તદ્દન રદબાતલ અને અસ્વીકાર્ય ગણે છે, અને શાંતિ સલામતિની સ્થાપના ઉપરાંત ન્યાય, પરોપકાર, સમાનતા, સમભાવ, સમાજસેવા, સંસ્કાર, ક્ષામા પ્રેમ, દયા, દરિયાદીલી જેવા માનવ જીવનને સુધારણાના પંથે દોરી જતા દરેક પ્રયત્નોને, દરેક રીતે, સ્વીકારે છે, સમર્થન આપે છે, અને તેને વેગ આપવાના દરેક પ્રયત્નોમાં કોઈ કચાસ છોડતો નથી.
85 views09:34
Open / Comment