🔥 Burn Fat Fast. Discover How! 💪

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 11

2022-05-15 16:30:14
ખોરાકમાં બદલાવ લાવો : -

ખોરાક એ માનવીની રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી માટે એક અગત્યનું પાસુ છે. ઓછા કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક લેવામાં આવે તો લોહીમાં શકરાનું નીચું પ્રમાણ અને દબાણ ઘટાડી શકાય એટલે કે તે ડાયાબીટીસ ઘટાડવામાં મદદરૂપ થાય. પ્રોટીનયુક્ત આહાર શરીરને સૂડોળ રાખે છે. નિયમિત રીતે બીટા કેરોટીન, એસ્કોબિંક એસિડ અને અન્ય જરૂરી વિટામિનોથી યુક્ત ફળો અને શાકભાજી આહારમાં લેવા જોઈએ. રોગના ચેપ સામે સાવચેતી રૂપે ટામેટા, મશરૂમ, લીંડીપીપર, પાલક અને બ્રોકોલી રૂપે લીલાશાકભાજી વગેરેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.-આદું, આમળા અત્તે હળદર જેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ કે જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો કે ભારતીય લોકોના આહાર અને નાસ્તામાં આવા પદાર્થો રોજબરોજના આહારમાં લેવામાં આવે છે. લસણ, તુલસીના પાન અને જીરૂ જેવા ઔષધીય મૂલ્ય ધરાવતા પદાર્થો પણ આહારમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લેવાય છે. અળસી તેમજ સૂર્યમુખી, કોળુ અને શક્કરટેટીના બીજ પણ પ્રોટીન અને વિટામિન-ઈ ના ઉત્તમ સ્રોતો છે.દહીં, યોગર્ટ વગેરે પ્રોબાયોટિક્સ અને આથવેલ ખોરા......

વધુ વાંચો:https://tny.app/rlkYgiB8
881 views13:30
Open / Comment
2022-05-14 10:30:13
આંબો અને વેલાવાળા શાકભાજી (કાકડી, ટેટી, દૂધી) : ફળમાખી -

ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે.- વેલાવાળા શાકભાજીમાં ક્યૂલ્યૂરયુકત પ્લાયવૂડ બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.- વેલાવાળા શાકભાજીમાં ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૭૦૦ ગ્રામ ગોળ ૧૫ લિટર પાણીમાં ઓગાળવો. બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં મેલાથીયોન ૫૦ ઇસી ૧૫ મીલિ ભેળવીને ફૂલ આવ્યા બાદ મોટા ફોરા પડે તે રીતે વાડીમાં ૭ x ૭ મીટરના અંતરે છંટકાવ કરવો. જરૂર પડે તો એક અઠવાડિયા બાદ ફરીવાર છંટકાવ કરવો.

#insect_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/k3oQAL8I
992 views07:30
Open / Comment
2022-05-14 09:30:14
- -આપણામાં ખેડૂતોમાં- આવડત અને કૌશલ્ય ઘણું છે , કોઈ ખેડૂત પોતાની સુજ બુજ થી નવા સાધનો બનાવે તો કોઈ પરંપરાગત જાણકારીના વિવિધ પ્રયોગ કરી ચુસીયા અને ઈયળ માટે લસણ ,મરચું , કેરોસીન અને બીજા ના મિશ્રણ થી કાઢો બનાવીને છંટકાવની એવી દવા બનાવે કે સચોટ પરિણામ મળે,- આપણે પ્રયોગ કરવામાં માનીયે , આપણે જોઈએ તો જ- માનીયે તે બધા ગુનો ખુબ સારા- છે પરંતુ- આપણામાં- બે- અવગુણ હોય તો તે છે- આપણી લાગણી સાથે કોઈ રમે તે આપણને ખબરજ ન રહે , દા . ત . વાવણીની સીઝન આવે બીજ ખરીદવાની વાત આવે ત્યારે આપણા જુના- અનુભવ જે બિયારણ માટે ખુબ સારા હોય તો પણ પાડોશી બીજું અજાણ્યું બીજ વાવેતો આપણને પહેલા ધકે એમ થાય કે ક્યાંક હું ખોટું નથી- કરતો- ને ? અને ખેડૂતમાં બીજી સૌથી મોટી નબળાઈ હોય તો એ કે- જે બિયારણની અછત હોય તે સારું એટલે કોઈ કૃત્રિમ અછત કરે તો પણ તેને સમજાય નહિ કે આ ખેલ છે , જોકે ઈન્ટરનેટનો નવો યુગ છે છતાં આ બે વાતો હજુ એમનામ છે બોલો …

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : ......

વધુ વાંચો:https://tny.app/UPL9Uejn
777 views06:30
Open / Comment
2022-05-14 07:30:14
રીંગણી, મરચી, ટામેટી, કોબીઝ/ ફ્લાવર, તમાકુ : ધરૂ મૃત્યુ/ ધરૂનો કોહવારો -

ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલરાઇઝેશન” કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબ જ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી. ત્યાર બાદ ધરૂવાડિયાની જમીન પર પારદર્શક ૧૦૦ ગેજ (૨૫ માઇક્રોન) એલ.એલ.ડી.પી.ઇ. પ્લાસ્ટિક પાથરી, પ્લાસ્ટિકની ધારો બધી બાજુએથી દાબી દેવી. આ પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસ સુધી પ્લાસ્ટિક ઢાંકી રાખવું.- સોઇલ સોલરાઇઝેશન કરી ન શકાયેલ હોય તો જૂન માસ દરમિયાન પિયત આપી, વરાપ થયે ખેડ કરી તેના ઉપર નકામુ ઘાસ, બાજરીના ઢૂંસા, તમાકુના રાડીયા, ઘઉંનું ભૂસું વગેરે ૭ કિ.ગ્રા. પ્રતિ ચોરસ મીટર મુજબ પાથરી પવનની વિરૂદ્ધ દિશાએથી સળગાવવું (રાબીંગ).- ત્યાર બાદ સેન્દ્રિય ખાતર ઉમેરી વાવણી માટે ધરૂવાડિયું તૈયાર કરવું.- રોગ દેખાય ત્યારે એઝોક્સિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મીલિ અથવા ફેનામીડોન ૧૦% +- મેન્કોઝેબ ૫૦% વેપા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેક્ઝિલ એમઝેડ ૬૮ વેપા ૨૦૦ લિટર પાણીમાં ૩૨ ગ્રામ મુજબ ઓગાળી એક ગૂંઠા વિસ્તારમાં ઝારાથી રે......

વધુ વાંચો:https://tny.app/HqRaQvIy
955 views04:30
Open / Comment
2022-05-13 07:30:14
- આપણી બોલકી વાડીને સેઢો હોય કે જમીન આપણી વાડીના ઝાડ હોય કે આપણે વાવેલો પાક આ બધા આપણને કંઇક કહેવા માગે છે પરંતુ તેને સાંભળવાના કાન અને જોવાની દ્રષ્ટિ જોઇએ તે માટે ખેતરમાં આટો મારવાની ટેવ આપણને મદદ કરી શકે, આપણું ખેતર આપણને કહેતું હોય કે મરચી વાવતા પહેલા તેમાં આવતા રોગ, જીવાત, ડિસોર્ડર અને પોષણની ઉણપને લીધે થતા ફેરફારની યાદી અથવા તો નોંધ ૧૦૦ પાનાની બુકમાં અત્યારથી લખી લો કે થ્રીપ્સ આવે તો કઈ દવા છે ? વાયરસ આવે નહીં તે માટે ચુસીયા જીવાતનો કંટ્રોલ કેમ કરવો ? તે નોંધ કરી લઈએ તો વખત આવે ત્યારે ખોટા કેમિકલ છાંટીને નિયંત્રણ મોડું થવાનું બને નહીં આ બધી વાત આપણને બોલકી વાડી કહેતી હોય છે અને એમ પણ કહેતી હોય કે ખેતરના ઝાડ નીચે એક ટેબલ રાખી ફાર્મ ઓફિસ ખોલજે , એક ડાયરી રાખજે, કાર્યનું આયોજન કરજે, નવા વર્ષની ખેતીને વેપાર બનાવજે , પણ આપણે મોબાઈલના વિડીયો માંથી નવરા થાય તો થાય ને ?

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્......

વધુ વાંચો:https://tny.app/fjmZE5rM
890 views04:30
Open / Comment
2022-05-12 09:30:14
- ફોસ્ફેટિક ખાતરના કણોને માટીના કણો સાથે ફીક્સેસન થઈ જવાથી મૂળ દ્વારા પોષણ મેળવતા છોડને લભ્ય થતા નથી પરંતુ હવે તેમાં એક નવી ટેક્નોલોજી આવી છે ડીએપી ખાતરને એક ખાસ દવાનો પટ આપીને જમીનમાં નાખવામાં આવે તો ફોસ્ફેટીક ખાતરનું ફીક્સેસન થતું નથી એટલે કે છોડને ફોસ્ફેટ ખાતર ની લભ્યતા રહે છે તેના લીધે મોંઘા માયલા ખાતરોનો ઉપયોગ સરવાળે ફાયદો થાય છે અને આવી દવા અથવા તો પટ માટેનું કેમિકલ નું નામ છે વર્ડેશીયમ નું ‘અવેલ’ જે 50 કિલોની ડીએપીની બેગ માટે ૧૦૦ મિલી પૂરતું છે વધુ વિગત તથા માહિતી માટે ફોન કરો તરંગ વેકરીયા ૭૪૦૫૬૫૧૨૬૦

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/27dCC4kz
973 views06:30
Open / Comment
2022-05-11 10:30:13
ગુવાર અને ચોળી : મોલો-મશી,તડતડીયાં,સફેદમાખી -

ગુવારના બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ.- - બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.- પાકના વૃદ્ધિકાળ દરમિયાન મોલો, તડતડિયાં કે સફેદમાખીનો ઉપદ્રવ વધારે જણાય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૮ મીલિ અથવા ટોલફેનપાયરાડ ૧૦ ઇસી ૩૦ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પરંતુ, વીણી ચાલુ હોય તો કીટનાશકના છંટકાવ પહેલાં ભારે વીણી કરવી અને ત્યારબાદ પૂરતો સમયગાળો જાળવી શીંગો ઉતારવી.

#insect_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/GnUjRpji
1.2K views07:30
Open / Comment
2022-05-11 09:30:14
- -ડીએપીની વાત આવી છે ત્યારે નોંધો .કે ફોસ્ફેટીક ખાતરોની કિંમત દિવસેને દિવસે વધતી રહી છે સરકાર સબસિડી આપે છતાં ભાવ આસમાને છે ખાતરો વગર ચાલવાનું નથી એટલે જેટલું ખાતરના નાખીએ તેટલું છોડને ઉપલબ્ધ થઈ જાય તેવું કરવું પડશે આપણને ખબર છે કે ફોસ્ફેટીક તત્વ એટલે કે ખાતર રૂપે આપણે ડીએપી નાખીએ છીએ તેના અમુક- કણો માટી સાથે- ચોંટીને- જાય છે ,- ફોસ્ફરસનું- જમીનના કણો- સાથે જોડાઈ જવાને લીધે તે લભ્ય બનતું નથી તેને લભ્ય બનાવવા ફોસ્ફોબેસીલસ બાયો ફર્ટિલાઇઝર ની જરૂર પડે છે-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/7nYXNdiY
1.1K views06:30
Open / Comment