Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 7

2022-06-05 09:30:14
- -આપણા પાકના મૂળનો- જથ્થો- વધુ હોય તો છોડ જમીનમાંથી વધુ પોષણ મેળવે તો છોડ વધુ ઉત્પાદન આપે આવા ડબલ મૂળ કરવા જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધુ હોવું જોઈએ અથવા મૂળ વધુ હોય તો છોડ વધુ મજબુત અને તંદુરસ્ત થાય તે વાત જાણ્યા પછી છત્તીશગઢના એક યુવાને તદ્દન નવો પ્રયોગ કર્યો તે જાણી તમને આશ્ચર્ય થશે, મિતુલ કોઠારી એ પોતાના પપૈયાના રોપ ઉછેરની નર્સરીમાં એક પપૈયા સાથે બીજા પપૈયાનું ગ્રાફટીંગ કર્યું અને પછી છોડ એક બીજાને ચોટી ગયા પછી બે મૂળ ઉપર એક છોડ રહેવા દીધો બોલો છેને મિતુલ કોઠારીનો મસ્ત આઈડિયા. ભારત માં પહેલી વખત પપૈયાના છોડમાં આવું ગ્રાફટીંગ થયું છે.

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ZgLomXo5
835 views06:30
Open / Comment
2022-06-05 08:30:14
ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે... - ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે નાના નાના ચેક ડેમ, ખેત તલાવડી, આડ બંધ, બોરી બંધ વગેરે કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ છેલ્લા બે પાંચ વર્ષથી આ પ્રવૃતિના મીઠા ફળો આપણે લઈ રહ્યા છીએ તે સતત હવે પછીના વર્ષોમાં મળે તેવું ચાલું રાખવું પડશે. આજે જ તમારા ખેતરથી નજીકના ચેક ડેમ, આડ બંધમાંથી માટી અને ગાળ કાઢવો, ઉડા કરવા, ચેક ડેમ રીપેર કરવા, ગયા વર્ષે લાગ્યું હોય કે અહીં એક આડ બંધ કરવા જેવો છે તે હજુ તક છે ત્યારે કરી લેવા જેવું કામ છે તેમ સમજીને સંયુક્ત ભાગીદારીમાં અથવા તો સુવાંગ પોતાની રીતે કરીને ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, ખેતરનું પાણી ખેતરમાં રહે તેવું આયોજન વિચારવાનો સમય છે. કુવા કૅ બોરના તળ ઉંચા લાવવાનો આ નુસ્ખો અપનાવવા જેવો છે તે આપણે હવે બરાબર જાણીએ છીએ.

#Farm_managment #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/9198......

વધુ વાંચો:https://tny.app/LZovQeCq
917 views05:30
Open / Comment
2022-06-04 09:30:15
- -શું કરોડો લોકો સુધી અન્ન પહોંચાડવા આપણી- કુદરતી ખેતી કે સજીવ ખેતી કે ફક્ત ઓર્ગનિક મેટર દ્વારા ખેતી કરવી શું પરવડશે ? બહુ મોટો અને ઉકેલ માંગતો કોયડો છે , હા ચોક્કસ , આપણી જમીનની તબિયત ખુબજ- ખરાબ છે પરંતુ તેના સુધાર માટે આપણે ઓર્ગનિક મેટર જોઈએ તે- શું આપણી બધાની પાસે છે ?આપણે કચરામાંથી કંચન જેવું ખાતર બનાવવાના ઉપયોગી બેક્ટેરિયા વાપરવા પડશે , બીજું- આપણા બધા પાસે પશુ ક્યાં છે ? ગાય- આધારિત ખેતીએ દેશી ગાયની કિંમત એટલી બધી- વધારી દીધી કે નાનો અને સીમાંત ખેડુત ને દેશી ગાય- ખરીદવી એ સ્વપ્ન બની ગયું છે- ? શું ઝીરો બજેટ જેવું કઈ હોય છે ?- ટૂંકમાં પ્રાકૃતિક ખેતી પણ કરવી હશે તો ટેક્નોલાજી અને જૈવિક ઉત્પાદનો દ્વારા જમીનની તંદુરસ્તી સુધારીને જમીનને જીવતી કરવી પડશે .- મૂળના ભાઈબંધ જેવા ઉપયોગી બેક્ટેરિયા માઈકોરાઈઝા ઉમેરો તો મદદ મળશે . રસાયણોના અવશેષો મુક્ત એટલે કે રેસિડયુઅલ ફ્રી ખેતી તરફ વળવું પડશે બાકી ગામમાં કોઈ ઝીરો બજેટનો ધૂની ખેડૂત હોય તેના વેહ જોજો બધું સમજાય જશે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : ht......

વધુ વાંચો:https://tny.app/qFgFlO2W
266 views06:30
Open / Comment
2022-06-04 08:30:13
કઠોળની મોલો - -બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.મોલોની વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#insect #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/E9RpyIvQ
279 views05:30
Open / Comment
2022-06-03 08:30:15
- -આખા વિશ્વમાં કેટલાય દેશોમાં પાણીની અછત ના વાવડ છે , પાણીને બચાવવું પડશે અને ટીપે ટીપા નો ઉપયોગ કરીને પાક ઉત્પાદન પણ વધારવું પડશે , વિશ્વના કૃષિ વિજ્ઞાનીકો કહે છે કે ફૂડ સિક્યોરિટી માટે પણ સતત વિચારવું પડશે કારણ કે માનવ વસ્તી વધી રહી છે ત્યારે 2050 આવતા આવતા પાણી અને ખોરાક માટે બાયો ટેક્નોલાજી અપનાવી પડશે , નોર્મન બોર્લોગ કે જેને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ અને હરિત ક્રાંતિના પ્રણેતા છે તે અને આપણા એમ .એસ સ્વામીનાથન પણ કહે છે કે કૃષિ ટેક્નોલોજીમાં નવા પ્રયોગો દ્વારા આપણે કરોડો લોકો સુધી અન્ન પહોંચાડી શકીશું .-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/34qiDyIk
387 views05:30
Open / Comment
2022-06-02 15:30:15
સાગ સીડ્સના અડદ-૧૧ના બિયારણ વિષે વધુ માહિતી માટે ફોન કરો. 9825032012......

વધુ વાંચો:https://tny.app/kc382Hbz
103 views12:30
Open / Comment
2022-06-02 08:30:15
- -કપાસમાં ભાવ સારા થયા તે જોઇને મોટાભાગનાએ- ફરી કપાસની પસંદગી શરુ કરી- છે ત્યારે ફરી ખેડૂતો- બોલગાર્ડ ટુ પસંદ કરી રહ્યા છે , ગયા વર્ષની જેમ કોઈને- ફોર જી અને ફાઈવ જી નથી વાવવું તેવું પ્રગતિશીલ ખેડૂતો- બોલી રહ્યા છે આમ ખેડૂતો ફરી બોલગાર્ડ કપાસ તરફ પાછા- ફર્યા છે- ત્યારે કપાસ વાવેતર કરનાર- ખેડૂતો જરૂર સફળ થશે પણ હા, ખેડૂતોએ- ગુલાબી ઈયળના નિયંત્રણ માટે તૈયાર રહીને સામુહિક પગલાં લેવા પડશે અને તો કપાસનો પાક પણ સારો છે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/mkBObZar
361 views05:30
Open / Comment
2022-06-01 09:30:14
ડાંગરની ગાભમારાની ઇયળ - --આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો. ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય. ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મૂકેલ ઇંડાંના સમૂહનો નાશ થશે. આમ થતાં તેનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.

#insect #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/KzrTaca3
632 views06:30
Open / Comment