Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 3

2022-08-09 19:20:59 શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે,
"સાહેબ..."
બાકી સમજવા વાળા તો
કોરુ કાગળ
અને
મૌન પણ સમજી જાય છે..
@Suvichar
2.7K views16:20
Open / Comment
2022-06-24 07:39:07 બ્લોક થયેલી નળીઓ
બધી ખૂલી થઈ જશે
કડવાશની લાગણીઓ
બધી લૂલી થઈ જશે,
તુ એક વાર જૂના
મિત્રોને મળીને તો જો,
બંધ થયેલા ધબકારા
પણ ચાલુ થઈ જશે !!!
@Suvichar
605 views04:39
Open / Comment
2022-06-22 09:40:00 એના પગલે પગલે મારા ઘર સુધી ભરતી આવે છે…

​દરિયાની તરસ આંખોમાં લઈ રેતી સરતી આવે છે...
@Suvichar
1.1K views06:40
Open / Comment
2022-06-20 18:57:51 "દિકરી- બીજી મા"

એકવાર ગર્ભવતી પત્નીએ તેના પતિને ખૂબ જ ઉત્સુકતા સાથે પૂછ્યું, "શું અપેક્ષા રાખે છે, પુત્ર કે પુત્રી, તને શું લાગે છે?"

પતિએ કહ્યું, "જો તને દીકરો હશે તો હું તેને અભ્યાસ કરાવીશ, તેને ગણિત શીખવીશ, હું તેની સાથે મેદાન પર રમીશ, હું તેની સાથે દોડીશ, હું તેને તરતા શીખવાડીશ, ઘણી બધી વસ્તુઓ શીખવીશ."
હસતા હસતા પત્નીએ જવાબ આપ્યો, "અને જો તમને દીકરી હોય તો?"
પતિએ સરસ રીતે જવાબ આપ્યો, "જો દીકરી હોય તો મારે તેને કંઈ શીખવવાની જરૂર નથી."
પત્નીએ ભારે ઉત્સુકતા સાથે પૂછ્યું "તે કેમ ?"
પતિએ કહ્યું, "દીકરી દુનિયાની એક એવી વ્યક્તિ છે જે મને બધું શીખવશે. મારે કેવી રીતે અને શું પહેરવું જોઈએ, મારે શું ખાવું જોઈએ, મારે શું ન ખાવું જોઈએ, મારે કેવી રીતે ખાવું જોઈએ, મારે શું કહેવું જોઈએ, અને મારે શું ન કહેવું જોઈએ. તે મને શીખવશે. ટૂંકમાં, તે મારી બીજી માતા તરીકે મારી સંભાળ રાખશે. જો હું જીવનમાં કંઈ ખાસ ન કરું તો પણ હું તેના માટે તેનો આદર્શ હીરો બનીશ. હું તેને કંઈક માટે ના પાડીશ, તે રાજીખુશીથી સમજી જશે. "
પતિએ ઉમેર્યું, "તે હંમેશા વિચારશે કે મારો પતિ મારા પિતા જેવો હોવો જોઈએ. દીકરી ગમે તેટલી મોટી થઈ જાય, તે વિચારે છે કે હું તો મારા પિતાની નાની અને મીઠી ઢીંગલી છું. મારા માટે, તે આખી દુનિયાને ધિક્કારવા તૈયાર રહેશે."
પત્નીએ ફરી હસતાં હસતાં પૂછ્યું, "તમારો મતલબ કે માત્ર દીકરી જ આ બધું કરશે, અને દીકરો તમારા માટે કશું નહીં કરે?"
આના પર પતિએ સમજણભર્યા સ્વરમાં કહ્યું, "અરે ના, મારો દીકરો મારા માટે આ બધું કરશે, પણ તેણે આ બધું શીખવું પડશે, દીકરીઓ સાથે આવું નહીં. દીકરીઓ આ ભણતર સાથે જન્મે છે. "
નિરાશાના સ્વરમાં પત્નીએ કહ્યું, "પણ શું તે આખી જિંદગી તમારી સાથે રહેશે?"
તેની પાણી ભરેલી આંખો લૂછતા પતિએ કહ્યું, "હા, તમે સાચા છો, તે મારી સાથે રહેશે નહીં, પરંતુ તે દુનિયામાં જ્યાં પણ જશે તેની મને પરવાહ નથી, કારણ કે જો તે મારી સાથે નહીં હોય તો પણ હું તેની સાથે હોઈશ, તેના હૃદયમાં, કાયમ તેના છેલ્લા શ્વાસ સુધી.
કારણ કે દીકરીઓ આ પરીઓ જેવી હોય છે, તેઓ આખી જિંદગી સ્નેહ, પ્રેમ અને નિ:સ્વાર્થ પ્રેમથી જન્મે છે અને જીવે છે !!!"
સાચે જ ખરેખર દીકરીઓ આ પરીઓ જેવી છે.


@Suvichar
877 views15:57
Open / Comment
2022-06-18 13:34:49 "વેચી" નાખે એવા તો ઘણાય હોય છે આ જગત માં ,
કોઈ તમારા માટે ખર્ચાઈ જાય એની કિંમત કરજો....!!!!

@Suvichar
938 views10:34
Open / Comment
2022-06-17 21:07:10 કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

– મુકેશ જોશી
@Suvichar
1.2K views18:07
Open / Comment
2022-06-17 07:39:06 લોકો ક્યારેય બદલાતા નથી..

બસ એનો મતલબ પૂરો થઈ જાય એટલે જેવા હતા એવા થઈ જાય છે.

@Suvichar
1.3K views04:39
Open / Comment
2022-06-16 13:28:41 લાખોની ભીડમાં કરેલું હાસ્ય ખોટું હોઈ શકે,
પણ એકાંત માં નીકળેલા આંસુ તો સાચા જ હોય..!
@Suvichar
1.5K views10:28
Open / Comment
2022-06-16 11:37:35 ભાગ્ય એટલે સાચા સમયમાં, સાચી જગ્યાએ, સાચા વ્યક્તિ નો સાથ મળવો... !!
@Suvichar
1.5K views08:37
Open / Comment
2022-06-16 11:36:42 વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને

જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને.
@Suvichar
1.4K views08:36
Open / Comment