Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 37

2021-11-25 04:52:35
જીએમ એટલે કે જીનેટિક મોડી ફાઇડ પાકની સફળતા ભારતે કપાસના પાકમાં જોઈ છે ભારત કપાસ નિર્યાત કરતો દેશ બની ગયો અને લાભ લીધો તે આપને જાણીએ છીએ. પરંતુ વિશ્વના દેશો કરતા નવી ટેક્નોલોજીને અપડેટ કરવામાં આપણે વાર લગાડી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં કેટલાય દેશોમાં જીએમ પાકને મંજુરી છે તેમાં નોંધ લઈએ તો બ્રાઝીલે ડવ અને સેજેન્ટાની બીટી મકાઈને મંજુરી આપી છે. ઓસ્ટ્રેલીયાએ મોન્સાન્ટોની બોલગાર્ડ-૩ કપાસની મંજુરી આપી હતી તે આપણને ખબર છે. આવતી સીઝનમાં ભારતમાં બીજા પાકોમાં પણ આ ટેક્નોલોજી માટે સરકારશ્રીની મંજુરી આપે તેવી અપેક્ષા રાખીએ

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/NX5bkbGj
132 views01:52
Open / Comment
2021-11-24 07:52:36
ઓછા જથ્થાના સેન્દ્રીય ખાતરો (કોન્સેન્ટ્રેટે) : ખેતરમાં નાના જથ્થામાં આપવામાં આવે છે. તેમાં જથ્થામય ખાતરો કરતા પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આવા ખાતરોમાં મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, લીંબોડીનો ખોળ, મહુડાનો ખોળ વગેરેનો સમાવેશ થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/h4UbCWjC
492 views04:52
Open / Comment
2021-11-24 05:52:36
ડુંગળીનો રોગ : રોગમાં પર્ણ ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને તેની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે, ત્યાર બાદ સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 40 ગ્રામ/15 લિટર પાણી અથવા કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. 15 ગ્રામ/15 લિટર પાણીમાં નાખી ૨ થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના સમયે કરવા

#કૃષિ_કોલમ #ડુંગળી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/FKUCfnTS
540 views02:52
Open / Comment
2021-11-24 04:52:35
બાયો ટેકનોલોજીના વિજ્ઞાન આધારિત ગોલ્ડન રાઈસ- ચોખા કે જે વિટામીન - એ અને બીટા કેરોટીન યુક્ત છે જે કૃષિ ક્ષેત્રનો એક નવો આવિષ્કાર છે .આ ગોલ્ડન રાઈસનું બીજ હવે ફિલિપાઈન્સના ખેડૂતો ઉગાડશે અને કમાશે . ગોલ્ડન રાઈસની ખેતીની શરૂઆતહવે થશે કારણ કે ફિલિપાઇન્સે આ જી.એમ રાઈસની વાવેતરની મંજુરી આપી છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/IeUK05Hl
40 views01:52
Open / Comment
2021-11-23 17:52:35
બુંદ બુંદ સમૃદ્ધિ : જૈન મીની ફુવારાથી બટાટાની ઉપજ અને ગુણવત્તામાં સ્થાપિત વિક્રમ......

વધુ વાંચો:https://tny.app/AyQhaNjB
309 views14:52
Open / Comment
2021-11-23 07:52:35
જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવામાં આવે છે. આવા ખાતરો સામાન્ય રીતે વનસ્પતિના અવશેષો, પશુઓના છાણ, મૂત્ર અથવા ગામ કે શહેરના કચરામાંથી બનાવવામાં આવે છે. તેને કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ હોતું નથી. આવા ખાતરોમાં છાણિયું ખાતર, ગળતિયું ખાતર અને લીલા પડવાશનો સમાવેશ થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/z45d0Mo2
271 views04:52
Open / Comment
2021-11-23 05:52:36
આવશ્યક તત્વો
પાક ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોની આવશ્યકતા મુખ્ય અથવા ગૌણ તત્વોથી જરાય ઓછી કે ઉતરતી નથી. કારણ કે કોઈપણ તત્વ એકબીજાની અવેજી પુરી શકતા નથી. આથી ખુટતું તત્વ ઉમેરવામાં ન આવે અને બીજા ખાતરો ગમે તેટલા જથ્થામાં આપવામાં આવે તો પણ પાકનું ધાર્યું ઉત્પાદન મળતું નથી. આ તત્વો જરૂરી માત્રાથી ઓછા હોય તો પણ પાક ઉત્પાદન પર તેની વિપરીત અસર થાય છે. સૂક્ષ્મ તત્વોની પાકના વૃધ્ધિ અને વિકાસ, પાનના લીલા રંગના બંધારણ, પ્રોટીન અને શર્કરાના બંધારણમાં, તેમજ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, કઠોળ પાકમાં હવામાંના નાઈટ્રોજનની સ્થિરીકરણની પ્રક્રિયામાં, ઉપરાંત છોડની વિવિધ દેહધાર્મિક પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/n14pRQzW
338 views02:52
Open / Comment
2021-11-23 04:52:35
બીજની વાત ચાલે છે ત્યારે ક્રિસ્ટલ ક્રોપ સાયન્સ નામની જંતુનાશક દવા બનાવતી કંપનીએ બાયર સાથે કરાર કરીને બાયર પાસેથી કપાસ, રાયડો, બાજરી, જુવારની હાઈબ્રીડ જાતોનું આખું સંશોધન ખરીદી લીધું છે. ક્રિસ્ટલ ક્રોપ ટૂંક સમયમાં પોતાના બિયારણો લઈને ખેડૂતોને આપશે તેવું એન.કે. અગ્રવાલ ચેરમેનશ્રી ક્રિસ્ટલ ક્રોપ લીની યાદીમાં જણાવ્યું છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/nBjqhVow
425 views01:52
Open / Comment
2021-11-22 07:52:34
પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો કરતાં વધારે પ્રમાણમાં નાઈટ્રોજન તત્ત્વની જરૂરિયાત હોય છે, દરેક વર્ષ જો એક જ જમીનમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામા આવે તો તેમાં નાઈટ્રોજન તત્ત્વની ઉણપ ઊભી થાય છે. તો આપણે જમીનની ફળદ્રુપ્તા જાળવવી હોય તો પાકની ફેરબદલી પાકોનું વાવેતર કરવામાં આવે તો તે જમીનમાં નાઈટ્રોજન તત્વોનું પ્રમાણ વધારે છે. કારણ કે કઠોળ વગના પાકોની મૂળગંડિકામાં રહેલા બેક્ટેરીયા હવામાંથી નાઈટ્રોજન તત્ત્વનું સ્થાપન કરતા હોય છે. તો આ રીતે સંકલિત ઉપાયો યોજવામાં આવે તો જમીનની ફળટ્ઠુપતાની જાળવણી થઈ શકે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/Ueg4y1Q5
593 views04:52
Open / Comment
2021-11-22 05:52:35
ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે ૪ ગૂંઠા વિસ્તારમાં ૧ થી--૧-૫ ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યાર બાદ યોગ્ય માપના એટલે કે ૪ થી ૪.૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઊંડા ગાડી ક્યારા બનાવવા. ગાદી ક્યારાના લીધે પાણીનો ભરાવો થતો નથી. આ ક્યારામાં પ કિલો જેટલુ ડીએપી અને ૩ થી ૪ કિલો જેટલું યુરિયા પૂંખી નાખવું. બીજને વાવતા પહેલાં કાર્બેન્ડાઝીમ ૫૦% વેપ અથવા થાયરમ ૬૫% એસ.ડી. જેવી ફૂગનાશક દવાનો ૩ ગ્રામ પ્રતિ ક્લિ બીજ દીઠ પટ આપવો. જૈવિક કૃમિનાશક (પેસિલોમ્યસિસ લીલાયીનસ) ૧%નો ઉપયોગ કરવો. ઊભા ધરૂવાડિયામાં ફૂગનો ઉપદ્રવ જણાય તો કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા.નું ૦.૧% (30 ગ્રામ/15 લિટર પાણી) દ્રાવણ અથવા ટ્રાઈકોડમનિં ૦.૫% (75 ગ્રામ/15 લિટર પાણી) દ્રાવણ બનાવી ૩ લિટર ૧ ચોરસ મીટર વિસ્તારમાં નીતરવું.

#કૃષિ_કોલમ #ડુંગળી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://......

વધુ વાંચો:https://tny.app/N6lxVLOQ
571 views02:52
Open / Comment